For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ કર્ફ્યુમાં મિસાલ છે 60 વર્ષીય સાવિત્રી, રિક્ષા ચલાવીને પરિવારનુ કરી રહ્યા છે ભરણપોષણ

હરદોઈ જિલ્લાના આશાનગર નિવાસી 60 વર્ષીય સાવિત્રી દેવીએ બુલંદ ઈરાદાની નવી મિસાલ રજૂ કરી છે.

|
Google Oneindia Gujarati News

હરદોઈઃ કોરોના કર્ફ્યુના કારણે ઉત્તર પ્રદેશમાં વીકેન્ડ લૉકડાઉન લાગેલુ છે જેના કારણે ગરીબો સામે જીવન ચલાવવાની સમસ્યા ઉભી થઈ ગઈ છે. આ દરમિયાન હરદોઈ જિલ્લાના આશાનગર નિવાસી 60 વર્ષીય સાવિત્રી દેવીએ બુલંદ ઈરાદાની નવી મિસાલ રજૂ કરી છે. 60 વર્ષીય સાવિત્રી દેવી કબાડ વીણીને, રિક્ષા ચલાવીને પોતાના પતિ અને પરિવારનુ ભરણપોષણ કરી રહ્યા છે.

savitri

હરદોઈ જિલ્લામાં રાતે ઘણી વાર એક વૃદ્ધ મહિલા રિક્ષા ખેંચીને કંઈક સામાન લઈને આવતા-જતા લોકોને દેખાતી હતી. વૃદ્ધ મહિલાને રિક્ષા ચલાવતી જોઈને લોકો ચોંકી ગયા. જ્યારે રિક્ષા ચાલક સાવિત્રી દેવી સાથે આ વિશે મીડિયાકર્મીઓએ વાત કરી તે સાવિત્રીનુ કહેવુ છે કે પેટ પાળવા માટે કંઈક તો કામ કરવાનુ હતુ, તો એણે આ કામ શરૂ કરી દીધુ. હવે તે કબાડ વીણીને પોતાના અને પોતાના પતિનુ પેટ પાળે છે. લૉકડાઉન અને ગરીબીથી પરેશાન સાવિત્રીએ કંઈક કરવાનો નિર્ણય લીધો અને કબાડ વીણીને રિક્ષા ખરીદી લીધી અને હવે તે આનાથી કમાઈને પોતાના ખર્ચ ચલાવે છે.

સાવિત્રીએ જણાવ્યુ કે રિક્ષા ચલાવવી તેની મજબૂરી છે. તેને બે દીકરીઓ છે, બંનેના લગ્ન થઈ ગયા છે. તેના પતિની હાલત ઠીક નથી. માટે ગરીબીના કારણે જ્યારે પરિવાર ચલાવવામાં મુશ્કેલી પડવા લાગી તો તેણે આ પગલુ લેવુ પડ્યુ. સાવિત્રીનુ કહેવુ છે કે તે આખા દિવસમાં 300-400 રૂપિયા કમાઈ લે છે. લોકોનુ કહેવુ છે કે આ જોઈને સારુ લાગે છે કે એક મહિલા પોતાના ઈરાદાના દમ પર પોતાના રસ્તા પસંદ કરીને પોતાના પરિવાર માટે સહારો બની છે.

English summary
60 years Savitri feeding the family by driving a rickshaw
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X