હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝાટકો, 61 કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
હિમાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. રવિવારે કોંગ્રેસના 61 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.
હિમાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. રવિવારે કોંગ્રેસના 61 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ પહાડી રાજ્યમાં અંતિમ તબક્કામાં 19 મેં દરમિયાન મતદાન થશે. આપને જણાવી દઈએ કે હિમાચલની ચારે સીટો ભાજપ પાસે છે. લોકસભા ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છોડીને જવાથી કોંગ્રેસને નુકશાન તો થશે.
આ પણ વાંચો: એક એવું ગામ જ્યાં લોકોએ સ્વતંત્રતા પછી મતદાન નથી કર્યું

61 કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
રવિવારે મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિમલા જિલ્લાના ડકોલાડ પાસે આવેલા ભાજપા કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં સીએમ સામે અલગ અલગ પંચાયતોના 61 કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી અને પાર્ટીને પૂર્ણ સમર્થન આપવાનો વિશ્વાસ અપાવ્યો. ભાજપમાં જોડાનાર નવા કાર્યકર્તાઓને સંબોધન કરતા જયરામ ઠાકુરે કહ્યું કે બધા જ લોકો ભેગા મળીને કામ કરે અને ભાજપા લોકસભા ઉમેદવાર રામસ્વરૂપ શર્માને ભારે મતોથી વિજય બનાવી સંસદ મોકલીને પીએમ મોદીના હાથ મજબૂત કરે.

હિમાચલની 4 સીટો પર 19 મેં દરમિયાન મતદાન
હિમાચલની 4 સીટો પર 19 મેં દરમિયાન 53,10,154 મતદાતાઓ સાંસદ પસંદ કરવા માટે વોટ આપશે. 21 જાન્યુઆરીએ મતદાન લિસ્ટમાં આ સંખ્યા 51 લાખ 59 હજાર હતી. સૌથી વધારે મતદાતાઓ કાંગડા સીટ પર 14,27,338 અને સૌથી ઓછા મતદાતા 12,59,085 શિમલામાં છે. હમીરપુરમાં 13,62,269 મતદાતાઓ અને મંડીમાં 12,81,462 મતદાતાઓ છે.

પ્રદેશમાં 999 મતદાતાઓ એવા છે જેમની ઉમર 100 કરતા વધારે છે
પ્રદેશમાં કેન્દ્રીય સુરક્ષાબળોની 47 કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. 373 અતિ સંવેદનશીલ અને 946 સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર વધારે સુરક્ષાબળો ગોઠવાશે. ગુજરાતથી 2200 જેટલા વધારે ઈવીએમ મંગાવવામાં આવશે, તેના માટે હિમાચલથી પોલીસ અને આયોગ અધિકારીઓ ગુજરાત જવા માટે નીકળી ગયા છે. પ્રદેશમાં 999 મતદાતાઓ એવા છે, જેમની ઉમર 100 કરતા વધારે છે. મંડી અને હમીરપુરમાં મહિલા મતદાતાઓની સંખ્યા પુરુષો કરતા વધારે છે.












Click it and Unblock the Notifications
