દિલ્હી: પાર્કમાં ફરવા ગયેલી 61 વર્ષની મહિલાનો રેપ
દિલ્હીના લાજપત નગરથી ગુરુવારે 30 વર્ષના વ્યક્તિને 61 વર્ષની મહિલા સાથે બળાત્કારના આરોપમાં પકડી લેવામાં આવ્યો છે.
દિલ્હીના લાજપત નગરથી ગુરુવારે 30 વર્ષના વ્યક્તિને 61 વર્ષની મહિલા સાથે બળાત્કારના આરોપમાં પકડી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખ સુધીર સબિતા નામે થઇ છે, જે નજીકના એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી પોતાના મોટા ભાઈ સાથે એક ભાડાના મકાનમાં રહે છે.
આ પણ વાંચો: તામિલનાડુ: 4 યુવકોએ 50 યુવતીઓનું યૌનશોષણ કર્યું

ઘાયલ અવસ્થામાં મળી આવી મહિલા
પોલીસને બુધવારે સવારે 6 વાગ્યે આ મામલે જાણકારી મળી, જયારે કેટલાક લોકોએ જણાવ્યું કે પાર્કમાં એક મહિલા ઘાયલ અવસ્થામાં મળી આવી છે. પોલીસે મહિલાને તરત હોસ્પિટલ પહોંચાડી. મેડિકલ ચેકઅપમાં જાણવા મળ્યું કે મહિલા સાથે બળાત્કાર થયો છે અને તેના શરીર પર ઘણા ઘા વાગ્યા છે.

50 શંકાસ્પદ લોકોની અટક કરવામાં આવી
મહિલાની ઓળખ કરવામાં આવી ત્યારે જાણવામાં આવ્યું કે તે નજીકમાં પોતાની બહેન સાથે રહે છે. તે મંગળવારની સાંજે પાર્કમાં ગઈ હતી જ્યાં આ બંધુ થયું સીસીટીવી ઘ્વારા આરોપીને ભાગતો જોયો પરંતુ તેનો ચહેરો સ્પષ્ટ દેખાયો ના હતો. આખા ઘટનાસ્થળ પાસે ઘેરો બનાવવામાં આવ્યો અને 50 શંકાસ્પદ લોકોની અટક કરવામાં આવી. બધાને સવાલ જવાબ કરવામાં આવ્યા પરંતુ તેનું કોઈ સમાધાન નહીં આવ્યું.

ઘટનાનું રિક્રિએશન કર્યું ત્યારે આરોપી સામે આવ્યો
પોલીસે બધા જ શંકાસ્પદ લોકોને ઘટનાનું રિક્રિએશન કરવા માટે કહ્યું, જ્યાં બધા જ શંકાસ્પદ લોકોને ત્યાંથી ભાગવા માટે કહેવામાં આવ્યું. ત્યારપછી આરોપી પકડમાં આવી ગયો. ઘટના સમયે આરોપી નશાની હાલતમાં હતો અને પાર્કમાં ફરતા તેની નજર મહિલા પર પડી. તે બધાના જવાની રાહ જોવા લાગ્યો. ત્યારપછી તે મહિલા પાસે આવ્યો અને પોતાની સાથે જવા માટે કહ્યું. જયારે મહિલાએ તેની સાથે આવવાની ના પાડી ત્યારે તેને મહિલાને થપ્પડ મારી અને ઢસેડીને તેનો રેપ કર્યો. ત્યાંથી નીકળતા પહેલા તેને મહિલાને ધમકી પણ આપી હતી.












Click it and Unblock the Notifications
