For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકમાં કોરોનાના 6977 નવા કેસ,કુલ સંક્રમિતોની સંખ્યા વધીને થઈ 138845

કોરોના વાયરસની મહામારી હવે દેશમાં ભયાનક રૂપ લઈ રહી છે. સોમવારે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસની મહામારી હવે દેશમાં ભયાનક રૂપ લઈ રહી છે. સોમવારે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જારી કરીને જણાવ્યુ કે છેલ્લા માત્ર 24 કલાકમાં કોરોના વાયરસના 6977 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે ત્યારબાદ દર્દીઓની સંખ્યા વધીને 138845 થઈ ગઈ છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે 154 લોકોના જીવ છેલ્લા 24 કલાકમાં જઈ ચૂક્યા છે.

હાલમાં સક્રિય કેસ 77103

હાલમાં સક્રિય કેસ 77103

આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યુ કે કોરોના વાયરસના દર્દીઓમાંથી 57720 રિકવર થઈ ચૂક્યા છે અને હાલમાં એક્ટિવ કેસ 77103 છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 4021 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક દિવસોમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. જો કે સંક્રમણને રોકવા માટે દેશમાં 31 મે સુધી લૉકડાઉનનો ચોથોતબક્કો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ કોરોના વાયરસા દર્દી સતત વધી રહ્યા છે.

દિલ્લીમાં પણ ડરાવી રહ્યો છે કોરોના વાયરસના આંકડા

દિલ્લીમાં પણ ડરાવી રહ્યો છે કોરોના વાયરસના આંકડા

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત બાદ હવે દેશની રાજધાની દિલ્લીમાં પણ કોરોના વાયરસના આંકડા ડરાવી રહ્યા છે. દિલ્લીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 13 હજારનો આંકડો પાર કરી ચૂકી છે. કોરોના વાયરસના વધતા કેસો બાદ શનિવારે જ દિલ્લીમાં 14 નવા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. આ રીતે દિલ્લીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને હવે 92 થઈ ગઈ છે.

દિલ્લીમાં વધી રહ્યા છે કન્ટેનમેન્ટ ઝોન

દિલ્લીમાં વધી રહ્યા છે કન્ટેનમેન્ટ ઝોન

21 મેના રોજ રાજધાનીમાં વિકાસપુરી, કાંગનહેડી ગામ, પાલમ કોલોની અને સાધ નગર સહિત દક્ષિણ પશ્ચિમ દિલ્લીના અલગ અલગ વિસ્તારોમાં કોરોના વાયરસના 39 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ અહીં 6 વિસ્તારોમાં કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરી દેવામાં આવ્યુ. આ રીતે દિલ્લીના વધુ 8 વિસ્તારોને પણ કન્ટેનમેન્ટ ઝોનમાં શામેલ કરવામાં આવ્યા. તમને જણા્વી દઈએ કે છેલ્લા બે દિવસ પહેલા જ આરોગ્ય વિભાગે બધા જિલ્લાધિકારીઓને વર્તમાન દિશા-નિર્દેશો મુજબ પોત-પોતાના ક્ષેત્રોમાં આ રીતના ઝોન બનાવવા માટે કહ્યુ છે.

લુધિયાણામાં કાપડની મિલમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચીલુધિયાણામાં કાપડની મિલમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી

English summary
6977 new Coronavirus Cases And 154 Deaths In India In Last 24 Hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X