ભારતભરના મુખ્ય સમાચાર તસવીરોના માધ્યમથી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાઇ કોર્ટમાં વ્યાપમની CBI તપાસ માટે શિવરાજ કરશે અપીલ

હાઇ કોર્ટમાં વ્યાપમની CBI તપાસ માટે શિવરાજ કરશે અપીલ

મધ્યપ્રદેશના બહુચર્ચિત વ્યાપંમ કૌભાડ મામલે વિવાદ વધતા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે હાઇ કોર્ટમાં સીબીઆઇ દ્વારા તપાસ કરવા માટે અપીલ કરશે તેવું આશ્વાસન આપ્યું છે. વધુમાં એક બાદ એક આ કૌભાંડમાં લોકોની થઇ રહેલી મોત પર સ્પષ્ટતા આપતા શિવરાજે કહ્યું કે વિપક્ષ પ્રાકૃતિક મૃત્યુને રાજકારણ સાથે જોડે મારી ઇમેજ બગાડવા માંગે છે.

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર પાસે સંદિગ્ધ ડ્રોન દેખાયું

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર પાસે સંદિગ્ધ ડ્રોન દેખાયું

સોમવારે, મુંબઇના ભાભા નાભિકીય અનુસંધાન કેન્દ્રની પાસે એક પ્રોફેસર આકાશમાં ઉડતા એક સંદિગ્ધ ડ્રોનને દેખાતા ખળભળાટ મચી ગયો જે બાદ તેમણે આ ડ્રોનના વીડિયો પાડી પાસેના પોલિસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવતા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

વ્યાપમં કૌભાંડમાં વધુ એક મોત

વ્યાપમં કૌભાંડમાં વધુ એક મોત

મધ્યપ્રદેશના બહુચર્ચિત વ્યાપમં કૌભાંડ એક બાદ એક મોતનો સિલસિલો બંધ થવાનું નામ જ નથી લેતો. આ મામલે વધુ એક મોત થઇ છે. જેમાં એક પોલિસ કોન્ટેબલનું શબ મળી આવ્યું છે. રામાકાંત પાંડા નામના આ કોન્ટેબલની એસટીએફ આ કૌભાંડ મામલે પૂછપરછ કરી હતી. નોંધનીય છે કે રમાકાંતે પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી.

ઉમા ભારતીએ કહ્યું કે વ્યાપંમથી ડરેલી છે

ઉમા ભારતીએ કહ્યું કે વ્યાપંમથી ડરેલી છે

કેન્દ્રિય જળ સંશાધન પ્રધાન અને મધ્યપ્રદેશની ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી સોમવારે નિવેદન કરતા કહ્યું કે વ્યાપંમ મામલે ક્યારે મારું નામ જોડી દેવામાં આવે અને ક્યારે મારી આબરૂ બગાડવામાં આવે તે કહી ના શકાય. માટે આ વાતથી હું ખૂબ જ ડરેલી છું. વધુમાં તેમણે કહ્યું કે તપાસના શરૂઆતી સમયમાં તથ્યો સાથે છેડછાડ પણ કરવામાં આવી છે. જો કે તેમણે એસટીએફની તપાસ પર ભરોસો પણ બતાવ્યો હતો. નોંધનીય છે કે આ મામલે ઉમા ભારતીને ક્લીન ચીટ આપવામાં આવી હતી.

લલિત મોદીએ CBI તપાસની માંગ કરી

લલિત મોદીએ CBI તપાસની માંગ કરી

આઇપીએલના ભૂતપૂર્વ કમિશ્નર લલિત મોદીની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) ટીવી પ્રસારણના મની લોન્ડ્રિંગ મામલે સમન જાહેર કર્યું છે. જે પર લલિત મોદીએ આવી કોઇ પણ નોટિસ મળ્યાની વાતનો અસ્વીકાર કરતા કહ્યું કે આ મામલે સીબીઆઇ તપાસ થવી જોઇએ. વધુમાં તેમણે બીસીસીઆઇમાં શ્રીનિવાસનના કૌભાંડને છુપાવવા માટે ક્રોંગ્રેસી નેતા કપિલ સિબ્બલની ભૂમિકા પર પણ સીબીઆઇ તપાસ માંગી છે.

અવિવાહિત માંને કાનૂને આપી ઓળખ

અવિવાહિત માંને કાનૂને આપી ઓળખ

સોમવારે, સુપ્રીમ કોર્ટે અવિવાહિત માંના બાળકના સંરક્ષક બનવા માટે પિતાની મંજૂરી લેવી જરૂરી નથી તેવું કહ્યું. વધુમાં કોર્ટે કહ્યું કે કોઇ અવિવાહિત એકલી રહીને માં બનવા ઇચ્છતી હોય તો તે પણ બની શકે છે. નોંધનીય છે કે કોર્ટે એક અવિવાહીત માતાના અરજી મામલે આ નિર્ણય આપ્યો હતો.

એફટીઆઇઆઇથી પલ્લવીએ આપ્યું રાજીનામું

એફટીઆઇઆઇથી પલ્લવીએ આપ્યું રાજીનામું

ટીવી કલાકાર ગજેન્દ્ર ચૌહાણને પુણેની ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાનના અધ્યક્ષ પદથી દૂર કરવાની માંગણીને લઇને એક બાજું જ્યાં આ સંસ્થાના વિદ્યાર્થીઓ પાછલા 25 દિવસથી જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યાં જ વિદ્યાર્થીઓના સમર્થનમાં બોલીવૂડ અભિનેત્રી પલ્લવી જોશીએ પણ ઉતરી છે. તેણે પણ આ સંસ્થામાંથી પોતાનું રાજીનામું આપ્યું છે.

મુંબઇમાં અજાણી શૂટકેસે મચાવ્યો ફફડાટ

મુંબઇમાં અજાણી શૂટકેસે મચાવ્યો ફફડાટ

સોમવારે, મુંબઇના એક ભરચક વિસ્તારમાં એક અજાણી શૂટકેસ મળી આવતા બોમ્બ સ્કોવર્ડને બોલાવવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ તેમાંથી કોઇ પણ શંકાસ્પદ વસ્તુ ના મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મેરઠમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન ઠપ્પ

મેરઠમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન ઠપ્પ

સોમવારે ભારે વરસાદ બાદ મેરઠમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ત્યારે ભર રસ્તે ગાડી બગડતા કેટલાક લોકો તેમની ગાડીને આ રીતે લઇ જઇ રહ્યા છે.

દિલ્હીમાં ક્રોંગ્રેસે નીકાળી કેન્ડલ માર્ચ

દિલ્હીમાં ક્રોંગ્રેસે નીકાળી કેન્ડલ માર્ચ

સોમવારે, યુવા ક્રોંગ્રેસના અધ્યક્ષ અમિત મલિક અને અન્ય ક્રોંગ્રેસી કાર્યકર્તાઓએ વ્યાપંમ કૌભાંડમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાજંલિ અર્પવા અને કેન્દ્ર સરકારનો વિરોધ કરવા એક કેન્ડલ માર્ચ નીકાળી.

કોઝિકોડમાં પાઠ્યપુસ્તકની માંગ મામલે કર્યું વિરોધ પ્રદર્શન

કોઝિકોડમાં પાઠ્યપુસ્તકની માંગ મામલે કર્યું વિરોધ પ્રદર્શન

સોમવારે, કેરળના કોઝિકોડમાં વિદ્યાર્થીઓ માટે પાઠ્ય પુસ્તકની માંગ સાથે DYFIના કાર્યકર્તાઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરતા પોલિસે ટોળાને ખદેડવા પાણીના કેનન છોડ્યા હતા.

બેંગ્લોરમાં વ્યાપંમ કૌભાંડ મામલે થયું વિરોધ પ્રદર્શન

બેંગ્લોરમાં વ્યાપંમ કૌભાંડ મામલે થયું વિરોધ પ્રદર્શન

સોમવારે, બેંગ્લોરમાં યુવા ક્રોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા ચાલી રહેલા વિવિધ કૌભાંડો અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પશુઓની ચોરી મામલે આસામમાં ગરમાયો

પશુઓની ચોરી મામલે આસામમાં ગરમાયો

સોમવારે, આસામના ગોલાઘાટ જિલ્લામાં ગુસ્સે ભરાયેલી જનતાએ રસ્તો રોકી એક વાહનને આંગ ચાંપી. માનવામાં આવી રહ્યું હતું કે આ વાહન પશુ ચોરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હતું. નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી અહીં પશુઓની ચોરી કરવામાં આવે છે.

અમરનાથ યાત્રાનો નોંધણી ક્વોટા વધારવાની માંગ

અમરનાથ યાત્રાનો નોંધણી ક્વોટા વધારવાની માંગ

સોમવારે, શિવસેનાના કાર્યકર્તાઓ અને ડોગરા ફન્ટ સ્ટેઝના સભ્યોએ જમ્મુમાં અમરનાથ યાત્રામાં નોંધણી ક્વોટા વધારવાની માંગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન.

ભોપાલમાં શિવરાજ વિરુધ્ધ કરાયું વિરોધ પ્રદર્શન

ભોપાલમાં શિવરાજ વિરુધ્ધ કરાયું વિરોધ પ્રદર્શન

સોમવારે, ભોપાલમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વ્યાપંમ કૌભાંડ મામલે રાજીનામું આપે તેવી માંગણી સાથે ક્રોંગ્રેસી કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન.

જમ્મુમાં પાક. ની નાપાક હરકત

જમ્મુમાં પાક. ની નાપાક હરકત

સોમવારે, જમ્મુ કાશ્મીરના અરીના એરિયામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબારી અને મોર્ટાર શેલ છોડવામાં આવ્યા હતા. જે બાદ એક ગ્રામજન આ સેલને બતાવી રહ્યો છે.

ગુડગાંવમાં પોલિસે કર્યું યોગ

ગુડગાંવમાં પોલિસે કર્યું યોગ

સોમવારે, ગુડગાંવમાં આરટીસી ગ્રાઉન્ડ પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સની નવી ભરતીના પાસિંગ આઉટ પરેડ વખતે પોલિસ અધિકારીઓએ યોગ કરી બધાને અંચભિત કરી દીધા.

મુંબઇમાં, વેલકમ બેકનું ટેલર લોન્ચ કરાયું

મુંબઇમાં, વેલકમ બેકનું ટેલર લોન્ચ કરાયું

સોમવારે, મુંબઇમાં ફિલ્મ વેલકમ બેકનું ટેલર લોન્ચ કરવામાં આવ્યું. આ પાર્ટીમાં નાના પાટેકર, અનિલ કપૂર, જ્હોન અબ્રાહમે હાજરી આપી હતી.

અજિંક્ય રહાયે કરી સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત

અજિંક્ય રહાયે કરી સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તેવા અજિંક્ય રહાણેએ મુંબઇમાં સિદ્ધવિનાયક મંદિરની મુલાકાત લઇને ભારતની જીત માટે પ્રાર્થના કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X