Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વર્લ્ડ કપમાં ભારતની હારની ઉજવણી કરનારા 7 કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ, રાજનીતિ ગરમાઈ

વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરવાના આરોપમાં 7 કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA હેઠળ આ કાર્યવાહી કરી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરની એક યુનિવર્સિટીના સાત વિદ્યાર્થીઓને કથિત રૂપે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવા અને વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમની હારની ઉજવણી કરવા બદલ UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

arrest

પોલીસ અનુસાર, ધરપકડ કરાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કાશ્મીરમાં અભ્યાસ કરે છે અને તેમની વિરુદ્ધ UAPA અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ધરપકડ અંગે કેટલાક રાજકારણીઓની ટીકા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે આ પગલાનો બચાવ કરતા કહ્યું કે, ધરપકડ UAPAની કલમ 13 હેઠળ કરવામાં આવી હતી. એક્ટની અન્ય જોગવાઈઓથી વિપરીત આ એક્ટમાં નરમ જોગવાઈ છે.

ધરપકડ બાદ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા સહિત ઘણા રાજકારણીઓએ પોલીસ કાર્યવાહીની નિંદા કરી છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડાએ યુનિવર્સિટીના 7 વિદ્યાર્થીઓની ધરપકડને ચોંકાવનારી ગણાવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને આ મુદ્દા પર ધ્યાન આપવા વિનંતી કરી છે.

સોશિયલ મીડિયા પર તેમણે કહ્યું કે, ચિંતાજનક અને ચોંકાવનારી વાત એ છે કે કાશ્મીરમાં વિજેતા ટીમનો ઉત્સાહ વધારવો અપરાધ માનવામાં આવે છે. પત્રકારો, કાર્યકરો અને હવે વિદ્યાર્થીઓ પર UAPA જેવા કડક કાયદાઓ લાદવાથી જમ્મુ અને કાશ્મીરમાં યુવાનો પ્રત્યેની ક્રૂર માનસિકતા છતી થાય છે.

પત્રકારો સાથે વાત કરતા મુફ્તીએ કહ્યું કે, UAPA નો ઉપયોગ આતંકવાદીઓ પર કેસ કરવા માટે થાય છે, પરંતુ સરકારે કડક કાયદા હેઠળ યુવાનો, પત્રકારો અને વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

જણાવી દઈએ કે, અમદાવાદમાં રમાયેલા 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે હારી હતી. ફાઈનલમાં હાર સાથે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X