હિમાલચ પ્રદેશમાં અવકાશી આફત, ભારે વરસાદમાં 7 લોકોના મોત અને હજારો કરોડનું નુકસાન
હિમાચલ પ્રદેશમાં વરસાદનું તાંડવ જોવા મળ્યુ છે. અહેવાલો અનુસાર, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટના અને ભુસ્ખલનને કારણે છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે અને 5 હજાર કરોડથી વધુની સંપતિને નુકસાન પહોંચ્યુ છે.
અહેવાલો અનુસાર, રાજ્યમાં વાદળો ફાટવાનો કારણે ઘણા મકાનોને નુકસાન થયુ છે અને ખેતરો ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે. રામપુર વિસ્તારના ઘરોમાં તિરાડો પડી છે અને ઘણી જગ્યાએ લોકો કાટમાળમાં દટાયાના પણ અહેવાલ છે.

સ્થાનિક અધિકારીઓ અનુસાર, ભૂસ્ખલનમાં એક નેપાળી દંપતીનું દટાઈ જવાથી મોત થયુ છે. શનિવારે શિમાલમાં પૂરમાં એક ભોજનાલય તૂટી પડતા તેમાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા બાદ લાપતા થયા હતા.
આ ઘટના બાદ પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી છે. જો કે, હજુ સુધી દટાયેલા લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. બીજી તરફ શિમલાના કોટખાઈના કલાલા ગામમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે નેપાળી દંપતીનું કામચલાઉ મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં બન્નેના મોત થયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને નેપાળના રહેવાસી હતા અને કલાલામાં મજૂર તરીકે કામ કરતા હતા. અચાનક પૂર બાદ રોહરુમાં મકાનો અને વાહનોને નુકસાન થયાના ઘણા અહેવાલો છે. હિમાચલ પ્રદેશ પોલીસ અનુસાર, પંજાબ રોડવેઝની બસનો કાટમાળ શનિવારે મનાલીમાં બિયાસ નદીની વચ્ચેથી મળી આવ્યો છે.
પંજાબ રોડવેઝના અધિકારીઓ અનુસાર, આ બસ ચંદીગઢના સેક્ટર 34 થી 9 જુલાઈએ ઉપડી હતી અને 10 જુલાઈના રોજ મનાલી પાસે પૂરમાં ધોવાઈ ગઈ હતી. જો કે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે અકસ્માત થયો ત્યારે બસમાં મુસાફરો હતા કે નહીં? બસના ડ્રાઈવર અને કંડક્ટરના મૃતદેહ પહેલા જ મળી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
