For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 બળવાખોર ધારાસભ્યો પર માયાવતીની એક્શન, પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ

બસપા પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ 7 બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બસપા પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ 7 બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે બુધવારે બસપાના સાત ધારાસભ્યો અસમલ ચૌધરી, અસલમ રાઈની, મોહમ્મદ મુજ્તબા સિદ્દીકી, હાકિલ લાલ બિંદ, હરગોવિંદ ભાર્ગવ, સુષ્મા પટેલ અને વંદના સિંહે પાર્ટી સામે બળવો કરીને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ તેમના સપામાં શામેલ થવાની અટકળો લાગવા લાગી. વળી, 4 ધારાસભ્યોએ રાજ્યસભા ચૂંટણીમાં બસપા ઉમેદવાર રામજી ગૌતમના નામાંકન પત્રથી પોતાનો પ્રસ્તાવ પણ પાછો લઈ લીધો. આ ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે રાજ્યસભા ચૂંટણીમાં માયાવતી ભાજપનુ સમર્થન મેળવવા માંગે છે.

mayawati

સસ્પેન્ડ કરાયેલ ધારાસભ્યોમાં અસલમ રાઈની શ્રાવસ્તી જિલ્લાના ભિનગા સીટથી, અસલમ ચૌધરી ગાઝિયાબાદની ધૌલાના સીટથી, મોહમ્મદ મુજ્તબા સિદ્દીકી પ્રયાગરાજની પ્રતાપપુર સીટથી, હાકિમ લાલ બિંદ પ્રયાગરાજની હાંડિયા સીટથી, હરગોવિંદ ભાર્ગવ સીતાપુર જિલ્લાની સિધૌલી સીટથી, સુષ્મા પટેલ જોનપુર જિલ્લાના મુંગરા બાદશાહપુર સીટથી અને વંદના સિંહ આજમગઢ જિલ્લાની સગડી વિધાનસભા સીટથી ધારાસભ્ય રહ્યા છે.

'સપાને હરાવવા માટે ભાજપ સાથે પણ હાથ મિલાવીશુ'

ધારાસભ્યો પર કાર્યવાહી બાદ સમાજવાદી પાર્ટી પર કડક વલણ અપનાવીને માયાવતીએ ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ, 'અમારી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં ભવિષ્યમાં યોજાનાર વિધાનસભા પરિષદની ચૂંટણીમાં અમે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને કોઈ પણ હાલતમાં જીતવા નહિ દઈએ. સપાના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરી તાકાત લગાવી દઈશુ અને જો આના માટે અમારે અમારો મત ભાજપ ઉમેદવાર કે બીજી કોઈ પાર્ટીને આપવો પડે તો અમે આપીશુ.'

ગેસ્ટ હાઉસ કેસ રદ કરાવવા માંગતા હતા અખિલેશ - માયાવતી

માયાવતીએ આગળ કહ્યુ - 'લોકસભા ચૂંટણી દરમિયાન અમારી પાર્ટીએ સાંપ્રદાયિક તાકાતોને હરાવવા માટે સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યો હતો પરંતુ પોતાના પારિવારિક વિવાદોના કારણે તેમને બસપા સાથે ગઠબંધનનો કોઈ ફાયદો મળ્યો નહિ. ચૂંટણી બાદ સપા નેતાઓ વાતચીત કરવાનુ બંધ કરી દીધુ અને માટે બસપા ગઠબંધનથી અલગ થઈ ગઈ. હું એ વાતનો પણ ખુલાસો કરવા માંગુ છુ કે જ્યારે અમે લોકોએ લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાનો નિર્ણય લીધો તો ગઠબંધન થવાના પહેલા દિવસથી સપા અધ્યક્ષ સતત સતીશ ચંદ્ર મિશ્રાને કહેતા રહ્યા કે હવે સપા-બસપા સાથે આવી ગયા છે માટે માયાવતીએ પોતાનો જૂન 1995(ગેસ્ટ હાઉસ)વાળો કેસ પાછો લઈ લેવો જોઈએ.'

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનુ નિધનગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનુ નિધન

English summary
7 Rebel BSP MLAs suspended by Mayawati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X