મુંબઇમાં આવતા 70 ટકા માઇગ્રન્ટ્સ મહારાષ્ટ્રના : રાજ ઠાકરે

મહારાષ્ટ્રના શહેરોમાં આવતા અન્ય રાજ્યો જેવા કે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સાના સ્થળાંતરિતોનું પ્રમાણ નીચું હોય છે. એનએસએસઓના આંકડા દર્શાવે છે કે શહેરી મહારાષ્ટ્રમાં આવતા દર 1000 સ્થળાંતરિતોમાંથી 370 મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. જ્યારે 198 સ્થળાંતરિતો મહારાષ્ટ્રની સરહદ બહારના સ્થળોએથી આવે છે.
આ અંગે વસતી નિષ્ણાતોનું માનવું છે કે રાજકીય પક્ષો દ્વારા મુંબઇમાં લગાવવામાં આવેલા સ્થળાંતરિતો વિરોધી પોસ્ટર્સ ખોટા છે. આંકડાઓ દર્શાવે છે કે સ્થળાંતરનું કારણ માત્ર નોકરી કે રોજગાર મેળવવાનું નથી. દર એક હજાર સ્થળાંતરિતોમાંથી 538થી વધારે ખાસ કરીને મહિલાઓ લગ્ન થવાને કારણે સ્થળાંતર કરે છે.
મુંબઇ શહેરમાં હવે લોકોનું સ્થળાંતર કરવાનું પ્રમાણ ઘટ્યુ છે કારણ કે ટેક્સટાઇલ મિલો બંધ થઇ છે અને તેની સામે નવી ઇન્ડસ્ટ્રીનું પ્રમાણ વધ્યું નથી. મુંબઇમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોજગારીનું પ્રણાણ 1961માં 41 ટકા હતું જે વર્ષ 2001માં ઘટીને માત્ર 20 ટકા રહી ગયું છે. હવે મુંબઇ કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં કામદારોને આકર્ષે છે.












Click it and Unblock the Notifications
