For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic Day Live: રાજપથ પર બાળકોએ ગરબા કર્યા, પીએમ પણ મુસ્કુરાયા

Republic Day Live: રાજપથ પર બાળકોએ ગરબા કર્યા, પીએમ પણ મુસ્કુરાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 26 જાન્યુઆરી 2020ના રોજ દેશ આખો 71મો ગણતંત્ર દિવસ મનાવશે. આ વર્ષે બ્રાઝીલના પ્રેસિડેન્ટ જેયર બોલ્સોનારો મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં ભાગ લઈ રહ્યા છે. ગણતંત્રત દિવસના અવસર પર સેના, નૌસેના, વાયુસેના, પોલીસ અને અર્ધસૈનિક બળની રેજિમેન્ટ રાજપથ પર માર્ચ કરશે. રાજપથ પર ભારતની રક્ષામાં નવીનતમ મિસાઈલ, વિમાનો અને હથિયાર પ્રણાલિઓ સાથે પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે બીજી તરફ ગણતંત્ર દિવસની તૈારીઓને ધ્યાનમાં રાખી સુરક્ષાને જોતા દિલ્હીની નજીક આવેલ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ચારો તરફ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

garba rajpath

ગણતંત્ર દિવસઃ પીએમ મોદી આ વખતે તોડશે પરંપરા, અમર જવાન જ્યોતિ પર શહીદોને નહિ આપે શ્રદ્ધાંજલિગણતંત્ર દિવસઃ પીએમ મોદી આ વખતે તોડશે પરંપરા, અમર જવાન જ્યોતિ પર શહીદોને નહિ આપે શ્રદ્ધાંજલિ

Newest First Oldest First
1:54 PM, 26 Jan

ગણતંત્ર દિવસ પરેડ સમાપ્ત થયા બાદ લોકોનું અભિાદન સ્વીકારતા પીએમ મોદી
1:16 PM, 26 Jan

પરેડ પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્ય અતિથિ બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેયર મેસિયસ બોલસોનારો રાજપથથી પ્રસ્થાન કરતા.
11:22 AM, 26 Jan

રાજપથ પર ગરબા કરતા જોવા મળ્યા બાળકો, પીએમ પણ મુસ્કુરાયા
11:14 AM, 26 Jan

રાજપથ પર સાંસ્કૃતિક વિરાસતની ઝલક, રાજ્યોની મનમોહક ઝાંકીઓએ રોમાંચિત કર્યા
11:13 AM, 26 Jan

ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વેપાર વિભાગની ઝાંકી રાજપથ પર
10:55 AM, 26 Jan

રાજપથ પર ઓરિસ્સાની ઝાંકી
10:44 AM, 26 Jan

140 વાયુ રક્ષા રેજિમેન્ટના લેફ્ટિનેન્ટ વિવેક વિજયની કમાન રાજનાથ પર પરેડમાં વાયુ રક્ષા સામરિક નિયંત્રણ રડારનું પ્રદર્શન થઈ રહ્યું છે.
10:43 AM, 26 Jan

ભારતીય નૌસેનાની ઝાંકીમાં બોઈંગ પી8આઈ લોન્ગ રેન્જ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ અને કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયર અને કલવરી ક્લાસ સબમરીન, તમાં કોચીન શિપયાર્ડમાં નિર્માણાધીન સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંત પણ જોઈ શકો છો.
10:42 AM, 26 Jan

દુનિયા સામે ભારતની સૈન્ય શક્તિનો નમૂનો રાખતી ભીષ્મ ટેંક
10:41 AM, 26 Jan

રાજપથ પર ભારતીય વાયુસેનાની પરેડ
10:40 AM, 26 Jan

K-9 VAJRA-Tની કમાન રાજપથ પર 269 મીડિયમ રેજિમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂએ સંભાળી
9:56 AM, 26 Jan

પીએમ મોદી ગણતંત્ર દિવસના અવસર પર નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા અને જવાનોને શ્રદ્ધાજલિ આપી.
9:55 AM, 26 Jan

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગણતંત્ર દિવસ પર મુંબઈના શિવાજી પાર્કમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ત્યાં ગણતંત્ર દિવસ સમારોહમાં હાજર છે.
9:54 AM, 26 Jan

ગણતંત્ર દિવસના અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ઘરમાં તિરંગો ફરકાવ્યો, કેજરીવાલે કહ્યું કે આજે આપણા સંવૈધાનિક મૂલ્યોની રક્ષા કરવાની શપથ લેવાનો દિવસ છે.
9:54 AM, 26 Jan

મધ્ય રેલવેના મહાપ્રબંધક સંજીવ મિત્તલે ગણતંત્ર દિવસ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો.
9:52 AM, 26 Jan

ભારત-તિબેટ સીમા પોલીસના જવાનો આજે રાષ્ટ્રીય ધ્વજ સાથે 17000 ફીટ પર ગણતંત્ર દિવસ મનાવી રહ્યા છે, લદ્દાખમાં તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસ છે.
9:50 AM, 26 Jan

રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. અહીં લોકો લાઈનમાં બેસી ગયા છે અને પરેડ શરૂ થવાનો ઈંતેજાર કરી રહ્યા છે.
9:49 AM, 26 Jan

કુપવાડામાં લાઈન ઑફ કંટ્રોલ નજીક સેનાએ સ્થાનિક બાળકો સાથે મળી ગણતંત્ર દિવસ ઉજવ્યો. આ અવસર પર બાળકો બહુ ખુશ દેખાયા.
9:49 AM, 26 Jan

71મા ગણતંત્ર દિવસના અવસર પર આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓએ શનિવારે તિરંગા માર્ચ કાઢી હતી.
9:35 AM, 26 Jan

ઓરિસ્સાના ભૂવનેશ્વરમાં ગણતંત્ર દિવસની ઉજવણી
8:45 AM, 26 Jan

દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણતંત્ર દિવસના અવસર પર ભાજપ મુખ્યાલયે ત્રિરંગો લહેરાવ્યો
8:45 AM, 26 Jan

નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલ લોકોએ ગણતંત્ર દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો.
8:22 AM, 26 Jan

ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખી ચાર મેટ્રો સ્ટેશનોને સુરક્ષાના કારણોસર કેટલાક કલાક બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય સચિવાલય, ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશને સવારે 6 વાગ્યાથી એન્ટ્રી બધ છે. આ રોક બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.
8:21 AM, 26 Jan

પીએમ મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
7:47 AM, 26 Jan

પરેડને ધ્યાનમાં રાખી સુરક્ષા ઈંતેજામ કડક કરવામાં આવ્યા છે, સાથે જ રાજપક્ષ પર દિલ્હી પોલીસ ડોન દ્વારા નજર રાખી રહી છે.
7:46 AM, 26 Jan

બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેયર મેસિયાસ બોલસોનારો ગણતંત્ર દિવસની પરેડમાં ભાગે લેશે, આજે થનાર પરેડના તેઓ મુખ્ય મહેમાન છે.
7:45 AM, 26 Jan

ગણતંત્ર દિવસના અવસર પર દેશની રાજધાનીની સુરક્ષાને વધારી દેવામાં આવી, ચારોતરફ સુરક્ષાકર્મી તહેનાત
1:38 AM, 26 Jan

ગણતંત્ર દિવસ પરેડ માટે આયોજનને ધ્યાનમાં રાખી 26 જાન્યુઆરીએ દિલ્હીને નવી દિલ્હીના કેટલાક રાસ્તાઓનું યાતાયાત બંધ કરવામાં આવ્યું છે.
1:38 AM, 26 Jan

આ વખતે ગણતંત્ર દિવસ માટે બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેયર બોલસોનારો મુખ્ય મહેમાન છે.
1:38 AM, 26 Jan

રાજધાનીની સુરક્ષામાં 26000 જવાનો સાથે અર્ધસૈનિક બળોની 48 કંપનીઓ પણ રહેશે.
READ MORE

English summary
71st republic day 2020 celebration live updates in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X