For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 26,506 નવા કેસ, 475 દર્દીઓના મોત

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ હજુ પણ ચાલુ છે. નવા કેસોની સંખ્યા રોજ વધી રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ હજુ પણ ચાલુ છે. નવા કેસોની સંખ્યા રોજ વધી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 26,506 નવા કેસ સામે આવ્યા છે અને 475 દર્દીઓના મોત થયુ છે. દેશમાં હવે કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 7,93,802 છે જેમાં 2,76,685 સક્રિય કેસ 4,95,513 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 21,604 મોત શામેલ છે.

ડબલિંગ રેટ લગભગ 30 દિવસ

ડબલિંગ રેટ લગભગ 30 દિવસ

આ પહેલા ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુર્ણય સલિલા શ્રીવાસ્તવે કહ્યુ, '8 જુલાઈ સુધી દિલ્લીમાં 6,79,831 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે એટલે કે પ્રતિ 10 લાખની વસ્તી પર 35,780 ટેસ્ટ. 9 જુલાઈ સુધી દિલ્લીમાં લગભગ 23452 સક્રિય કેસ હતા અને રિકવરી દર 72%થી વધુ છે. ડબલિંગ રેટ લગભગ 30 દિવસ થઈ ગયુ છે. આરોગ્ય અનને પરિવાર કલ્યાણ મંત્રાલયના ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યુટી રાજેશ ભૂષણનુ કહેવુ છે કે આપણે વિશ્વમાં જનસંખ્યાના આધાર પર દુનિયાના બીજા મોટા દેશ છે. આટલી મોટી વસ્તી હોવા છતાં પણ અમે કોરોનાને મેનેજ કરવામાં સંતોષપ્રદ કામ કર્યુ છે.'

રિકવરી રેટ 62.08%

રિકવરી રેટ 62.08%

તેમણે કહ્યુ કે WHOની સ્થિતિ રિપોર્ટ અનુસાર આજે ભારતમાં 538 કેસ પ્રતિ મિલિયન છે. વળી, અમુક દેશોની પ્રતિ મિલિયન કેસોની સંખ્યા ભારતથી 16-17 ગણી વધુ છે. ભારતમાં પ્રતિ મિલિયન પર મોતની સંખ્યા 15 છે. રિકવર કેસ અને એક્ટિવ કેસો વચ્ચેનો ગેપ હવે સતત વધતો જઈ રહ્યો છે. વળી, ભારત સરકારનુ કહેવુ છે કે વિશ્વમાં પાંચ સૌથી વધુ પ્રભાવિત દેશોની તુલનામાં બતાવવામાં આવ્યુ છે કે ભારતમાં પ્રતિ દસ લાખની જનસંખ્યા પર સૌથી ઓછા કેસ(538) છે અને મોત(15) છે જ્યારે વૈશ્વિક સરેરાશ 1453 (કોરોના વાયરસના કેસ) અને 68.7 (મોતનો) છે. મંત્રીઓના સમૂહ(GoM)ની બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યુ, આજે અમારો રિકવરી રેટ 62.08% છે, મૃત્યુદર દુનિયામાં સૌથી કમ 2.75 ટકા છે. અમારો ડબલિંગ રેટ 21.8 દિવસ છે. વિશેષજ્ઞોએ જણાવ્યુ કે ભારતમાં આજ સુધી કોઈ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયુ.

ક્યાં કેટલા કેસ

ક્યાં કેટલા કેસ

ઉત્તરાખંડમાં 47 નવા પૉઝિટીવ કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારબાદ કુલ કેસોની સંખ્યા 3305 થઈ ગઈ છે જેમાં 2672 રિકવર, 558 સક્રિય કેસ અને 46 મોત શામેલ છે. ઉત્તર પ્રદેશમાં 1248 નવા કેસ સામે આવ્યા છે. સક્રિય કેસોની કુલ સંખ્યા 10373 થઈ ગઈ છે. રિકવર લોકોની સંક્ાય 21127 છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી 862 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશમાં કુલ કોરોનાની સંખ્યા હવે 1101 છે અને સક્રિય કેસોની સંખ્યા 256 છે. અહીં અત્યાર સુધી કુલ 821 દર્દી રિકવર થયા છે. વળી, મોતનો આંકડો 9 છે.

બિહારમાં 704 નવા પૉઝિટીવ કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે જેનાથી કુલ કેસોની સંખ્યા 13,978 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 9541 લોકો રિકવર થયા છે. રાજસ્થાનમાં 149 નવા કેસ સામે આવ્યા છે અને 7 મોત થયા છે. રાજ્યમાં હવે કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 22,212 છે જેમાં 4846 સક્રિય કેસ અને 489 મોત શામેલ છે. મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં 305 નવા કેસ નોંધાવ્યા બાદ સંખ્યા વધીને 16, 341 થઈ ગઈ છે. રાજ્યમાં ગુરુવારે 5 લોકોના મોત થયા છે ત્યારબાદ મૃતકોની સંખ્યા 634 થઈ ગઈ છે.

દિલ્લીમાં કોરોના સંક્રમણના 2187 નવા કેસ

દિલ્લીમાં કોરોના સંક્રમણના 2187 નવા કેસ

હરિયાણામાં 679 નવા કેસ મળ્યા બાદ કુલ કેસ વધીને 19,369 થઈ ગયા છે. અહીં અત્યાર સુધી 14,510 કોરોના દર્દી રિકવર થઈ ચૂક્યા છે જ્યારે મૃતકોની સંખ્યા 287 છે. રાજધાની દિલ્લીમાં કોરોના સંક્રમણના 2187 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા 1,07,051 થઈ ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 45થી વધીને 3,258 થઈ ગઈ છે. રાજધાનીમાં અત્યાર સુધી 82,226 દર્દી રિકવર થયા છે જ્યારે સક્રિય કેસોની સંખ્યા 21,567 છે. મહારાષ્ટ્રમાં 6875 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસ વધીને 2,30,599 થઈ ગયા છે. રાજ્યમાં ગુરુવારે 219 કોરોના દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 9,667 થઈ ગઈ છે. વળી, કુલ 93,652 કેસ સક્રિય છે.

સર્વેમાં દેખાયો ભારતીયોનો દમ, 58 સીઈઓ આપી રહ્યા છે 36 લાખને રોજગારસર્વેમાં દેખાયો ભારતીયોનો દમ, 58 સીઈઓ આપી રહ્યા છે 36 લાખને રોજગાર

English summary
coronavirus total cases in india stands at 793802 including highest single day spike of 26506 new cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X