જાણો મોદી અને સોનિયા સિવાય કોના કોના માટે છે 30 એપ્રિલ મહત્વની તારીખ

નવી દિલ્હી, 29 એપ્રિલ: 16મી લોકસભાની તસવીર આવવામાં હવે માત્ર બે તબક્કાની ચૂંટણી જ બાકી છે. 30 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. સાતમાં તબક્કા માટે ચૂંટણી પ્રચાર સોમવારે થંભી ગયો. લોકસભા ચૂંટણી સાતમાં તબક્કાને જો નિર્ણાયક દૌર કહેવામાં આવે તો ખોટું નથી.

આ એ જ દોર છે જેમાં નરેન્દ્ર મોદી સોનિયા ગાંધી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી, ફારૂક અબ્દુલ્લાહ અને મુરલી મનોહર જેવા દિગ્ગજોની કિસ્મતનો ફેસલો થશે. આ દૌરમાં 9 રાજ્યોની 89 બેઠકો માટે વોટિંગ થશે.

કોંગ્રેસ અને ભાજપની સાથે સાથે આ દોર આમ આદમી પાર્ટી માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. આમ આદમી પાર્ટીનું ભવિષ્ય કેવું રહેશે એ ક્યાંકને ક્યાંક આ દૌરમાં પણ નિર્ભર કરશે કારણ કે આ દૌરમાં જ આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પણ ચૂંટણી થશે.

જોકે આમ આદમી પાર્ટી કરતા વધારે 7માં તબક્કાનું મતદાન ભાજપ અને કોંગ્રેસ માટે ઘણું નિર્ણાયક સાબિત થવાનું છે. બંને પાર્ટીઓની કિસ્મતનો નિર્ણય આ સાતમાં ચરણમાં થશે. દિલ્હીની ગાદી પર કોનું રાજ થશે, સાતમાં તબક્કાનું મતદાન લગભગ નિર્ણાયક ભૂમિકા અદા કરનાર છે.

જુઓ સ્લાઇડરમાં 30 એપ્રિલના રોજ મોદી સહિત કોના કોના ભાગ્યનો થશે નિર્ણય...

ગાંધીનગરની જૂની બેઠક

ગાંધીનગરની જૂની બેઠક

ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી ગુજરાતની ગાંધીનગર બેઠકથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. અડવાણી માટે ગાંધીનગર છેલ્લા ઘણા વર્ષોથી લકી સાબિત થઇ રહ્યું છે અને આ વખતે એવું જ થવાની આશા છે. જોકે શરૂઆતમાં એવી ખબર આવી હતી કે તેઓ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ચૂંટણી લડી શકે છે.

વડોદરા, ગુજરાત

વડોદરા, ગુજરાત

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી અને ગુજરાતની વડોદરા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. સાતમાં તબક્કામાં મોદીની સાથે જ પાર્ટી માટે પણ ખૂબ જ મહત્વનું સાબિત થવાનું છે.

રાયબરેલી, ઉત્તર પ્રદેશ

રાયબરેલી, ઉત્તર પ્રદેશ

યૂપીએની ચેરપર્સન અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી રાયબરેલીથી જીતી હતી. આ વખતે સોનિયા ગાંધી પોતાની જીતની હેટ્રીક લગાવવાની આશા સેવી રહી છે અને વિશ્લેષકોનું માનવું છે કે સોનિયા ગાંધીની જીત આ વખતે પણ પાક્કી છે.

લખનઉ, ઉત્તર પ્રદેશ

લખનઉ, ઉત્તર પ્રદેશ

ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ આ વખતે લખનઉથી ચૂંટણી મેદાનમાં છે. લખનઉ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની કર્મભૂમિ છે અને તેઓ આ બેઠકથી જ ચૂંટણી લડતા હતા.

લખનઉમાં રાજનાથસિંહની સામે

લખનઉમાં રાજનાથસિંહની સામે

લખનઉમાં કોંગ્રેસની ઉમેદવાર રીતા બહુગુણા જોશીને આ ચૂંટણીમાં કોંગ્રેસની શાખ માનવામાં આવે છે, કારણ કે તેઓ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહની સામે ચૂંટણી લડી રહ્યા છે.

સમાજવાદી પાર્ટીનો લોકપ્રિય ચહેરો

સમાજવાદી પાર્ટીનો લોકપ્રિય ચહેરો

આઇઆઇએમ અમદાવાદમાં પ્રોફેસર રહી ચૂકેલા અભિષેક મિશ્રા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો એક લોકપ્રિય ચહેરો છે. જે ઉત્તર લખનઉથી ચૂંટણી લડી રહ્યા છે.

લખનઉથી લડી રહ્યા છે ચૂંટણી

લખનઉથી લડી રહ્યા છે ચૂંટણી

જાણીતા કલાકાર અને કોમેડિયન જાવેદ ઝાફરી આમ આદમી પાર્ટીની ટિકિટ પર લખનઉથી ચૂંટણી લડી રહ્યા છે.

પાછું અપાવશે કાનપુર

પાછું અપાવશે કાનપુર

ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી આ વખતે કાનપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તેમણે પોતાની પરંપરાગ બેઠક મોદી માટે ખાલી કરી આપી. જોકે માનવામાં આવે છે કે જોશી ભાજપને કાનપુર પણ પાછું અપાવશે.

ભ્રષ્ટાચારમાં ફસાયેલા કેન્દ્રીય મંત્રી

ભ્રષ્ટાચારમાં ફસાયેલા કેન્દ્રીય મંત્રી

કોલસા મંત્રી શ્રીપ્રકાશન જયસવાલ માટે આ વખતે પોતાની કાનપુર બેઠક બચાવવાનું દબાણ સૌથી વધારે છે.

અમૃતસરમાં ભાજપની આશા

અમૃતસરમાં ભાજપની આશા

રાજ્યસભા સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અમૃતસરથી પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેટલી રાજ્ય સભામાં વિપક્ષના નેતા રહ્યા છે. તેમની પહેલા આ બેઠક પરથી નવજોત સિંહ સિદ્ધૂ આ બેઠક પરથી પાર્ટીના સાંસદ રહ્યા છે.

જેટલીને પડકાર

જેટલીને પડકાર

અમૃતસર બેઠકથી કોંગ્રેસ પાર્ટીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ટિકિટ આપી છે. કેપ્ટન અમરિંદરને ટિકિટ આપી છે.

ગુરદાસપુરની જંગ

ગુરદાસપુરની જંગ

છેલ્લા કેટલાંક વર્ષોથી પંજાબની ગુરદાસપુરથી પોતાની લોકસભા ચૂંટણી જીતતા આવી રહેલા બોલીવુડના વેટરેન એક્ટર વિનોદ ખન્ના એક વાર ફરી મેદાનમાં છે. તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે પણ ગુરુદાસપુરની જનતા તેમને નિરાશ નહીં કરે, અને ફરીથી તેમને વોટ આપીને સંસદ પહોંચાડશે.

વિશ્વાસ જીતનો

વિશ્વાસ જીતનો

ગુજરાતની અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા અભિનેતા પરેશ રાવલને જીતવાનો સંપૂર્ણ વિશ્વાસ છે.

કાશ્મીરની વિરાસત

કાશ્મીરની વિરાસત

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોંફ્રેન્સના અધ્યક્ષ ફારુખ અબ્દુલ્લા શ્રીનગર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકથી વિશ્લેષકો તેમની જીત પાક્કી માની રહ્યા છે.

ગુજરાત

ગુજરાત

ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન થશે.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશની 17 બેઠકો પર વોટિંગ થશે

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર વોટિંગ થશે.

પંજાબ

પંજાબ

પંજાબની 13 બેઠકો પર વોટિંગ થવાનું છે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર વોટિંગ થશે.

બિહાર

બિહાર

બિહારમાં 7 બેઠકો માટે ચૂંટણી થવાની છે.

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક પર ચૂંટણી થવાની છે.

દમણ અને દિવ

દમણ અને દિવ

દમણ અને દિવની એક બેઠક પર વોટિંગ થવાનું છે.

દાદરા નગર હવેલી

દાદરા નગર હવેલી

દાદરા નગર હવેલીની 1 બેઠક માટે મતદાન થવાનું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X