હાઇ વે પરની દારૂની દુકાનો અંગે સુપ્રીમ કોર્ટના આદેશના 8 મુદ્દા

Posted By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટ ગુરુવાર એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું કે નેશનલ હાઇ વે અને સ્ટેટ હાઇ વે પર 500 મીટરના વિસ્તારમાં આવેલી દારૂની દુકાનો ના હોવી જોઇએ. એક અરજી પર સુનવણી કરતા કોર્ટે આ આદેશ આપ્યો છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે રાજમાર્ગો પર શરાબની દુકાનો વધુ હોવાના કારણે રોડ અકસ્માત વધુ થઇ રહ્યા છે.

નોંધનીય છે કે દર વર્ષે રોડ અકસ્માતમાં લગભગ દોઢ લાખ લોકોની મૃત્યુ થાય છે. જેના ઉપલક્ષમાં કોર્ટેએ આ આદેશ આપ્યો છે. ત્યારે કોર્ટના આદેશના 8 મહત્વપૂર્ણ મુદ્દાઓ વાંચો અહીં..

supreme court

1. નેશનલ અને સ્ટેટ હાઇવેના 500 મીટરના વિસ્તારમાં કોઇ પણ દેશી કે અંગ્રેજી દારૂની દુકાન ન હોવી જોઇએ અને તેનું વેચાણ પણ ત્યાં ના થવું જોઇએ.
2. 31 માર્ચ 2017 સુધી જ લાઇસન્સ હોવા છતાં તમે આ દુકાનો ચાલુ રાખી શકશો. 1 એપ્રિલ 2017 પછી આવી તમામ દુકાનોને બંધ કરવી પડશે.
3. દારૂની દુકાનોના લાયસન્સનું નવીનીકરણ ના થવું જોઇએ. નવા લાયસન્સ જાહેર નહીં કરવામાં આવે.
4. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર આ નિર્ણય લાગુ પડશે. સાથે જ રાજમાર્ગ પાસે આવેલા આ દારૂના વિજ્ઞાપન અને સાઇન બોર્ડને દૂર કરવામાં આવશે. રાજ્યોના મુખ્ય સચિવ અને ડીજીપી સુપ્રીમ કોર્ટના આ આદેશનું પાલન પૂર્ણ રીતે થાય તેનું ધ્યાન રાખશે.
5. ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરની અધ્યક્ષતાવાળી આ બેન્ચે સુનવણીમાં પંજાબ સરકાર પર પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. પંજાબ સરકારે તેવી દલીલ કરી હતી કે જો રાજમાર્ગ એલિવેટેડ હોય તો તેની નીચે કે પાસે દારૂની દુકાન કરવાની છૂટ આપવી જોઇએ.
6. બેઠક રાજ્યમાં આવેલા હાઇવે પરથી દારૂની દુકાનો હટાવવામાં કરવામાં આવતી ઢીલ અંગે પણ રોષ વ્યક્ત કર્યો છે.
7. સુપ્રીમ કોર્ટ આ મામલે કેન્દ્ર સરકાર સમક્ષ પર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 10 વર્ષોમાં કંઇ નથી કર્યું. આટલા સમયમાં તેમણે આવી દુકાનો બંધ કરાઇ દેવી જોયતી હતી.
8 સુનવણી દરમિયાન તે પણ દલીલ થઇ કે આવું કરવાથી તો શરાબ ખરીદવા માટે દૂર સુધી જવું પડશે. જે પર કોર્ટે કહ્યું કે તમે શું ઇચ્છો છો તેની પણ હોમ ડિલીવરી કરાવીએ?

English summary
Eight important points about supreme court order on liquor shops ban along highways.
Please Wait while comments are loading...