For Quick Alerts
For Daily Alerts

8 મલેશિયનો IGI એરપોર્ટ પર પકડાયા, રાહત વિમાનથી ભાગવાની ફિરાકમાં હતા
આજે તબલીગી જમાતના 8 લોકોની દિલ્લી એરોપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.
દિલ્લીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના જે લોકોએ ભાગ લીધો હતો, તેમની શોધ સરકાર સતત કરી રહી છે. આ લોકોની ઓળખ કરીને તેમને ક્વૉરંટાઈન કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં આજે તબલીગી જમાતના 8 લોકોની દિલ્લી એરોપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આ 8 લોકો મલેશિયાના છે અને માલિંદો એરલાઈન્સનુ વિમાન જે એર રિલીફ લઈ મલેશિયા જઈ રહ્યુ હતુ તેમાં બોર્ડ કરવાની ફિરાકમાં હતા. ત્યારે જ તેમને એરપોર્ટ પર ઈમીગ્રેશન વિભાગના અધિકારીઓએ પકડી લીધા. સૂત્રોની માનીએ તો આ લોકોને હવે પોલિસના હવાલે કરી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ આજે રાતે 9 વાગે દીવો કરવાનુ યાદ કરાવી PM મોદીએ ટ્વિટર પર કહી આ વાત
Comments
English summary
8 Tablighi Jaamt member from Malaysia tried to flee intercepted at Delhi airport.
Story first published: Sunday, April 5, 2020, 14:13 [IST]