અરવિંદ કેજરીવાલ બોલ્યા- બુલડોઝર કોઇ હલ નથી,દિલ્હીમાં 80 ટકા લોકો ગેરકાયદેસર રીતે વસે છે

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં બુલડોઝર ચલાવીને કથિત અતિક્રમણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના કારણે અનેક જગ્યાએ ભયનો માહોલ પણ સર્જાયો છે. આ બધાને લઈને સોમવારે દિલ્હીના મુ

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં બુલડોઝર ચલાવીને કથિત અતિક્રમણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના કારણે અનેક જગ્યાએ ભયનો માહોલ પણ સર્જાયો છે. આ બધાને લઈને સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે બુલડોઝર ચલાવવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, જો દબાણની વાત આવે તો દિલ્હીનું 80 ટકા બાંધકામ તેમાં આવી જશે.

Arvind Kejriwal

અતિક્રમણ વિરોધી અભિયાન પર, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીનો વિકાસ કોઈ સુયોજિત રીતે અને યોજનાથી થયો નથી. દિલ્હીનું વિસ્તરણ કોઈપણ યોજના વગર થયું છે. જો તમે જુઓ, તો શહેરનો 80 ટકાથી વધુ ભાગ ગેરકાયદેસર અને અતિક્રમિત છે. આવી સ્થિતિમાં શું ભાજપના નેતૃત્વમાં MCD બુલડોઝર 80 ટકા દિલ્હીનો નાશ કરશે?

દિલ્હીના સીએમએ કહ્યું કે બુલડોઝર ચલાવીને લોકોના ઘર તોડવા યોગ્ય નથી. અમે આનો વિરોધ કરીએ છીએ. આ પ્રકારનો હંગામો, ગુંડાગીરી કરવી યોગ્ય નથી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની સત્તાનો આ રીતે દુરુપયોગ કરવો યોગ્ય નથી. અમે દિલ્હીના લોકોને ખાતરી આપીએ છીએ કે અમે અતિક્રમણ અને ગેરકાયદેસર રીતે દિલ્હીનું નિર્માણ કરવાની સમસ્યાનો ઉકેલ લાવીશું. કાચી વસાહતમાં રહેતા લોકોને માલિકી હક્ક આપશે. દિલ્હીને ઝૂંપડપટ્ટીમાંથી પણ મુક્ત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X