For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના સમાચાર તસવીરોના માધ્યમથી

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નવી દિલ્હી

નવી દિલ્હી

સત્યમ કૌભાંડમાં રામલિંગા રાજૂ સમેત તમામ 10 આરોપીઓને કોર્ટે દોષી કરાર કર્યા. વધુમાં દિલ્હીની વિશેષ અદાલત 10 એપ્રિલે આ મામલે સજાનું એલાન કરશે. નોંધનીય છે કે રામલિંગા રાજૂએ 7 જાન્યુઆરી 2009માં એકાઉન્ટમાં ગરબડી કરીને કરોડો રૂપિયાનો ફાયદા કર્યો હતો.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદીને આજે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પંડિતોને વાદીમાં અલગ કોલોનીમાં રહેવાની વ્યવસ્થા કરવા મામલે પલટી મારતા કહ્યું કે વાદીમાં કાશ્મીરી પંડિતોને બધાની સાથે જ રહેવું પડશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરી પંડિતો માટે અલગ જગ્યા ઉપલબ્ધ કરાવી આપવાની રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી.

મોદી ચાલ્યા વિદેશ

મોદી ચાલ્યા વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની નવ દિવસની યાત્રા પર જઇ રહ્યા છે. તે તેમની આ વિદેશયાત્રામાં સૌથી પહેલા ફાન્સ, ત્યારબાદ જર્મની અને કેનેડા જશે. નોંધનીય છે કે તેમના આ વિદેશ પ્રવાસમાં ન્યૂક્લિયર ડિલ મહત્વનો મુદ્દો રહેશે.

ચેન્નઇ

ચેન્નઇ

તો બીજી તરફ ચેન્નઇ સૂપર કિંગ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેમના ટીમમેટ્સે પણ ચેન્નઇના મેક સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી.

હિમાચલ

હિમાચલ

હિમાચલના કૂલ્લૂ જિલ્લાના શાંધડ ગામમાં લાગેલી ભયાનક આગના કારણે શંગચૂલ દેવતાનું મંદિર અને ચાર મકાનો બળીને ખાખ થઇ ગયા. પ્રાચીન માન્યતા પ્રમાણે આ ગામ પાંડવોએ વસાવ્યું હતું. આ પૌરાણિક મંદિર બળતા લગભગ 1.5 કરોડ રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઇ ગઇ છે. જો કે લોકોને જીવ પર ખેલીને ભગવાનનો રથ બચાવી લીધો છે.

બિકાનેર

બિકાનેર

યેં મુંછ, મુજે દે દે ઠાકુર. બિકાનેરમાં એક રાજસ્થાની આર્ટીસ્ટ અને તેની લાંબી લાંબી મૂછો સાથે કેટલીક વિદેશી મહિલાઓએ સેલ્ફી પડાવ્યું.

નવી દિલ્હી

નવી દિલ્હી

યમનમાં ફસાયેલા ભારતીયોની વ્હારે આવી પાકિસ્તાન સરકાર. પાકે, યમનમાં ફસાયેલા ભારતીયોને પહોંચાડ્યા સ્વદેશ. બુધવાર રાતે દિલ્હી પહોંચ્યા આ ફસાયેલા ભારતીયો. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક. સરકારનો માન્યો આભાર કહ્યું માનવીય અભિગમ રાખી લેવાયેલું આ પગલું સરહાનીય છે.

જલંધર

જલંધર

જલંધરની પોલિસને મળી મોટી સફળતા. એક કુખ્યાત ગેંગને પકડી પાડી જલંધર પોલિસે. પાંચ જણાની આ ગેંગ, વિવિધ રાજ્યોમાં અપહરણ અને લૂંટના કેસોમાં સંડોવાયેલી હતી. આ ગેંગ સામે વિવિધ રાજ્યોમાં 54થી વધુ કેસો નોંધાયા છે. ત્યારે પોલિસને હાલ તેમની પાસેથી 3 પિસ્તોલ, 100 ગ્રામ હેરોઇન અને એક જીપ જપ્ત કરી છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

આજે સવારથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની સામે બીજેપી કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તુર્કમાન ગેટ પર થયેલા રોડ રેજ અકસ્માતના વિરોધ ચાલી રહેલ આ પ્રદર્શનમાં પોલિસે ભીડને ખદેડવા માટે પાણીના કેનન છોડ્યા.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

શ્રીનગર-બારામૂલાના રાષ્ટ્રિય રાજમાર્ગ પર સોપોરા શહેરની મહિલાઓ બુધવારે માટલા લઇને રસ્તા પર ઉતરી આવી. આ વિસ્તારમાં પીવાના પાણીની તંગીને અને સરકારની આ અંગે નિષ્ક્રિયતા જોતા મહિલાઓએ ખાલી માટીના માટલા લઇને પોતાનો વિરોધ નોંધાવ્યો.

કોલકત્તા

કોલકત્તા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ત્રિણમૂલ ક્રોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ તેમની પાર્ટીના વર્કરો સાથે બુધવારે કોલકત્તામાં જમીન સંપદાન બિલની વિરુદ્ધ એક વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું.

નોઇડા

નોઇડા

બુધવારે નોઇડાના દિલ્હી- નોઇડા ડાયરેક્ટ (DND) ફ્લાયઓવર પર 500 જેટલા બીજેપી કાર્યકર્તાઓએ ટોલ ટેક્સ વિરોધને લઇને તોડફોડ કરી.આ ટોલનાકાનું ટેન્યોર પૂરી થઇ ગયા બાદ પણ ટોલ ઉધરાવાનું ચાલુ રાખતા બીજેપી કાર્યકર્તાઓએ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આ કારણે આ આખા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

પટના

પટના

પટનામાં પાણીની સમસ્યા વધતા ભાજપના કાર્યકર્તાઓએ આ મામલે બેનર લઇને વિરોધ પ્રદર્શન કર્યું.

ચેન્નઇ

ચેન્નઇ

આઇપીએલ 8 ની બીજી મેચ ચેન્નઇમાં રમાવાની છે જેની જોરદાર તૈયારી ચેન્નઇમાં થઇ રહી છે. બુધવારે દિલ્હી ડેરડેવિલના સ્કીપર જે.પી. ડૂમીની અને યુવરાજ સિંહ, ચેન્નઇના મેક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા.

દિલ્હી ડેરડેવિલ્સ

દિલ્હી ડેરડેવિલ્સ

બુધવારે દિલ્હી ડેરડેવિલ્સ ટીમના ખેલાડીઓએ સ્પેશ્યલિ ચેલેન્જ બાળકોને મળ્યા. નોંધનીય છે કે આઇપીએલ 8ની બીજી મેચ ચેન્નઇમાં થવાની છે ત્યારે આ દરમિયાન તે એક એનજીઓ દ્વારા આયોજીત સ્પેશ્યલ લોકોને મળી તેમની સાથે કેટલીક હળવી પળો માણી.

અનુપમ ખેર

અનુપમ ખેર

બુધવારે, બોલિવુડના જાણીતા સ્ટાર અનુપમ ખેર, શ્રીનગરના વિકલાંગ બાળકોની સંસ્થાની મુલાકાત લીધી. અહીં તેમણે આ બાળકો સાથે કેટલીક રમૂજની પળો માણી. નોંધનીય છે કે અનુપમ ખેર હાલ કાશ્મીર પર્યટનને પ્રમોટ કરવા માટે શ્રીનગરની મુલાકાત પર છે.

રોયલ બંગાળ ટાઇગર

રોયલ બંગાળ ટાઇગર

ધ કિંગ ઇઝ રિલેક્સિંગ. કોલકત્તામાં કાળજાળ ગરમીથી પોરો ખાવા માટે એક રોયલ બંગાળ ટાઇગર ઠંડા ઠંડા પાણીના તળાવમાં છબછબિયા કરી રહ્યો છે.

નાગપુર

નાગપુર

મહારાષ્ટ્ર સેન્ટ્રલ જેલ બ્રેક કેસમાં શંકાસ્પદ એવા બે લોકો પાસેથી પોલિસે કારતૂસ અને પિસ્તોલ જપ્ત કરી તપાસ આદરી છે. જે અંગે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોલિસ જોઇન્ટ કમિશ્નર ઓફ કમિશ્નર કે.કે.પાઠક અને અનુપ સિંહ માહિતી આપી.

કોલકત્તા

કોલકત્તા

ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટૂડન્ટ્ ઓર્ગેનાઇજેશનના વિદ્યાર્થીઓ દ્વારા કોલકત્તામાં રાજ્ય સરકારની શિક્ષણ નીતિઓ સામે વિરોધ થઇ રહ્યો હતો ત્યારે એક મહિલા પોલિસ કોન્સ્ટેબલ મારામારી દરમિયાન નીચે પડી ગઇ.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જનરલ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફ (આર્મી કમાન્ડર) લેફ્ટનન્ટ જનરલ ડીએસ હૂડાએ આજે ઉધમપુર માં 129th સંરક્ષણ પેન્શન અદાલત દરમિયાન એક પેન્સનકર્તા જોડે વાત કરી રહ્યા છે.

અમૃતસર

અમૃતસર

અમૃતસરમાં, નવમાં શીખ ગુરુ તેગ બહાદુરજી ના 394th જન્મ જયંતિની પ્રસંગે ગોલ્ડન મંદિરમાં પવિત્ર સરોવરનેમાં ડૂબકી મારી એક ભક્ત ધન્યતા અનુભવી રહ્યો છે.

English summary
9 April: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X