દિલ્હીની હિંસામાં 9 લોકોનાં મોત, પત્રકારને મારી ગોળી
દિલ્હીમાં હિંસાએ નાગરિકતા સુધારા કાયદાના વિરોધે હિંસક રૂપ ધારણ કર્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે. આ હિંસામાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલનું પણ મોત નીપજ્યું હતું. તોફાનીઓએ એક પત્રકારને ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પત્રકારનું મોત નીપજ્યું હતું.

પત્રકારને મારી ગોળી
વિરોધકારોએ એક ખાનગી મીડિયા ચેનલના પત્રકાર આકાશને ગોળી મારી દીધી હતી. આકાશ હિંસાના સમાચાર આપતો હતો. તેમને ગોળી વાગતા તેમને જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ઘાયલોમાં 50 ટકા લોકોને વાગી ગોળી
દિલ્હીમાં સોમવાર અને મંગળવારની હિંસા હિંસક સ્વરૂપ ધારણ કરી રહી છે. હિંસાના બનાવોમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘાયલોને જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના એમડી સુનિલ કુમારે જણાવ્યું છે કે ગઈકાલે 100 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 5 લોકોને મૃત જાહેર કરાયા હતા. આજે 35 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ 5૦ ટકા લોકોને ગોળીઓ વાગી હતી.

કલમ 144 લાગુ
હિંસાને કારણે ઉત્તર-પૂર્વ દિલ્હીનું વાતાવરણ કથળી રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ત્યાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો મૌજપુર અને બ્રહ્મપુરી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં સ્થિતિ તંગ છે, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિરોધીઓએ ગોળીબાર કર્યો હતો અને આ વિસ્તારમાં તોડફોડ કરી હતી.
હિંસા અંગે દિલ્હી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, આવતીકાલે થશે સુનાવણી