નાગપુરમાં વિસ્ફોટક બનાવતી કંપનીમાં વિસ્ફોટ થતા 9 લોકોના મોત, 3 ઘાયલ
Nagpur Solar explosive company: નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીમાં વિસ્ફોટમાં 09 લોકોના મોત થયા છે. જેમાં ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે. નાગપુર પોલીસે જણાવ્યું કે, 17 ડિસેમ્બર, રવિવારના રોજ નાગપુરના બજારગાંવ ગામમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં વિસ્ફોટના કારણે 09 લોકોના મોત થયા છે.
નાગપુર ગ્રામીણ એસપી હર્ષ પોદ્દારે જણાવ્યું કે, નાગપુરના બજારગાંવ ગામમાં સોલર એક્સપ્લોઝિવ કંપનીમાં કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં પેકિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સોલર કંપનીના યુનિટમાં કુલ 12 કર્મચારીઓ હાજર હતા. કંપનીના કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો.
#WATCH | Maharashtra: Visuals from Bazargaon village of Nagpur after nine people died in a blast in the Solar Explosive Company. https://t.co/BmxSR5ZapK pic.twitter.com/O4sBRCDrg2
— ANI (@ANI) December 17, 2023












Click it and Unblock the Notifications
