For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાબોધિ મંદિરમાં 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 2 બૌધ્ધ ભિક્ષુ ઘાયલ

|
Google Oneindia Gujarati News

પટણા, 7 જુલાઇઃ બોધગયાના મહાબોધિ મંદિર પરિસરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા છે. મંદિરમાં બે-બે મીનિટના અંતરે સતત 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટમાં 2 વિદેશી ભિક્ષુઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ધડાકાઓમાં મહાબોધિ વૃક્ષની પાસે થયા છે. સવારે અંદાજે 5.25 વાગ્યા પર ધડાકા શરૂ થયા હતા. જે વખતે આ ધડાકા થયા ત્યારે વૃક્ષની પાસે કેટલાક વિદેશી શ્રદ્ધાળું પણ હાજર હતા.

મંદિર પરિસરમાં મળેલા એક જીવીત બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે. આખા પરિસરમાં પોલીસે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એનઆઇએની ટીમ દિલ્હી અને કોલકતાથી ગયા જવા માટે રવાના થઇ ચૂકી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડીજીપી ગયા માટે રવાના થઇ ચૂક્યા છે. બીજી તરફ પટનામાં અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક થઇ રહી છે.

bodhgaya
નોંધનીય છે કે આઇબીના અંદાજે એ અઠવાડિયા પહેલા બિહાર સરકારને આતંકવાદી હુમલાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બે આંતકી નેપાળના માર્ગે બિહારમાં ઘૂસી ચૂક્યા છે અને તે આતંકી વારદાતોની યોજના બનાવી રહ્યાં છે.
English summary
At least two people were injured in series of blasts outside Mahabodhi temple in Bodhgaya district in Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X