19 વર્ષની કુવારી છોકરીએ ભુતે પ્રેગનન્ટ કરી હોવાનો દાવો કર્યો, જાણો ક્યાંની છે ઘટના?
દુનિયામાં રોજ અજીબોગરીબ ઘટનાઓ ઘટતી રહે છે. લોકો પણ આવી ઘટનાઓ જોઈ હોવાના દાવા કરતા રહે છે. હવે આવો જ એક કિસ્સો કોલંબિયામાં સામે આવ્યો છે.
આમ તો માં બનવાનો અહેસાસ દરેક મહિલાઓ માટે ખાસ હોય છે. પોતાના પતિના બાળકને જન્મ આપીને માતા ઈશ્વરના આશિર્વાદને ધરતી પર ઉતારે છે. જો કે હવે એક છોકરીને માં બનવાનો ભયંકર અનુભવ થયો છે. આ છોકરીએ દાવો કર્યો છે કે તેને એક ભુતે પ્રેગનન્ટ કરી છે.

તમે ક્યારેય સાંભળ્યું છે કે શારીરિક સંબંધ બાંધ્યા વગર મહિલા પ્રેગનન્ટ થઈ હોય? આ અશક્ય છે પરંતુ કોલંબિયામાં એક ઘટના સામે આવી છે તેમાં એક કુંવારી છોકરી કોઈપણ પુરૂષ સાથે સંબંધ બાંધ્યા વગર જ પ્રેગનન્ટ થઈ ગઈ છે.
સમાચારો અનુસાર, કોલંબિયામાં રહેતી એક 19 વર્ષની છોકરીએ એક સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું કે, તે કુંવારી છે અને ક્યારેય કોઈ પુરુષ સાથે સંબંધ નથી રાખ્યો, આમ છત્તા તે પ્રેગનન્ટ થઈ ગઈ છે. તેણીએ તેણીની પ્રેગનન્સી માટે સુપરનેચરલ પાવર એટલે કે ભુતોને જવાબદાર ગણાવ્યા છે.
આ યુવતીએ દાવો કર્યો છે કે, તે છેલ્લા કેટલાક સમયથી રૂમમાં કોઈ અલૌકિક શક્તિનો અનુભવ કરી રહી હતી અને ખરાબ સપના પણ આવતા હતા. અચાનક તેના પીરિયડ આવવાના બંધ થઈ ગયા. ત્યારબાદ તેની માતા તેને ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ ગઈ ત્યારે આ વાતનો ખુલાસો થયો.
જો કે યુવતીએ દાવો કર્યો તે એટલું વિચિત્ર છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે અને માની શકાય તેમ નથી. આ છોકરી પોતાના નિવેદન પર કાયમ છે.
બીજી તરફ કેટલાક લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે આ છોકરીએ સત્ય છુપાવવા માટે ભુતોનો સહારો લીધો છે. જો કે કેટલાક લોકો આ છોકરીની વાતને ટેકો પણ આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
