For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આકાશમાં ગૂંજી કિલકારી, બેંગલુરુથી જયપુર જતી ઈંડિગો ફ્લાઈટમાં થયો બાળકીનો જન્મ

ઈંડિગોની ફ્લાઈટમાં જ્યારે એક મહિલા મુસાફર અચાનક લેબરથી પેઈનથી બૂમાબૂમ કરવા લાગી ત્યારે ફ્લાઈટમાં હોબાળો થઈ ગયો. જાણો સમગ્ર ઘટના.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ ઈંડિગોની ફ્લાઈટમાં જ્યારે એક મહિલા મુસાફર અચાનક લેબરથી પેઈનથી બૂમાબૂમ કરવા લાગી ત્યારે ફ્લાઈટમાં હોબાળો થઈ ગયો. ઘટના બેંગલુરુથી જયપુર માટે ઉડાન ભરતી ફ્લાઈટ 6E-469ની છે. ત્યારબાદ ફ્લાઈટના ક્રૂ મેમ્બર મદદ માટે ફટાફટ દોડ્યા અને ડિલીવરી કરાવી. વળી, આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલ એક ડૉક્ટરે પણ તેમની મદદ કરી. વળી, જયપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ મહિલા અને બાળક માટે ડૉક્ટર અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી.

indigo

ડિલીવરી બાદ ફ્લાઈટમાં ખુશીની લહેર દોડી ગઈ. એરલાઈન તરફથી જાહેર કરેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે બાળક અને મા બંને સ્થિર છે. ડૉ. સુભાના નઝીર કે જેઓ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા તેમણે ડિલીવરીમાં મદદ કરી હતી તેમનુ એરપોર્ટ હૉલમાં સ્વાગત કરવામાં આવ્યુ અને જયપુરના કર્મચારીઓએ એરલાઈન તરફથી તેમને થેંક્યુ કાર્ડ પણ આપ્યુ. જયપુર આવવા પર નવજાત અને માનુ પણ એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. સાથે જ એરલાઈન્સના કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી.

આ ફ્લાઈટ બુધવારે બેંગલુરુથી સવાર 5.45 વાગે રવાના થઈ અને સવારે 8 વાગે જયપુરમાં ઉતરી. આ દરમિયાન બાળકની માએ એરલાઈન્સના કર્મચારીઓનો આભાર માન્યો. તમને જણાવી દઈએ કે ફ્લાઈટમાં બાળકના જન્મની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઓક્ટોબર 2020માં ઈંડિંગોની જ ફ્લાઈટમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2017માં પણ જેટ એરવેઝની ફ્લાઈટમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.

46 વર્ષના કપૂતે વૃદ્ધ માને જોરથી મારી થપ્પડ, ઘટના સ્થળે મોત46 વર્ષના કપૂતે વૃદ્ધ માને જોરથી મારી થપ્પડ, ઘટના સ્થળે મોત

English summary
A baby girl born on IndiGo flight from Bengaluru to Jaipur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X