Gyanvapi Mosque Dispute : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મુસ્લિમ પક્ષનો મોટો ઝટકો, જાણો શું કહ્યું કોર્ટે?
જ્ઞાનવાપી મસ્જિદને લઈન ચાલી રહેલા વિવાદ વચ્ચે મુસ્લિમ પક્ષને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટના આ નિર્ણય સાથે જ વિવાદમાં નવો વણાંક આવ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે માલિકી વિવાદ અંગે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિની અરજીઓને ફગાવી દીધી છે.

અલાહાબાદ હાઈકોર્ટે સુનાવણીમાં મુસ્લિમ પક્ષની તમામ પાંચ અરજી ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી 5 અરજીઓમાંથી 3 અરજીઓ 1991માં વારાણસી કોર્ટમાં દાખલ કરાયેલા કેસ સાથે સંબંધિત હતી.
આ સિવાય ASI સર્વે સામે બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. હવે આ તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ નિર્ણય સાથે અલ્હાબાદ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી અને વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર વકીલ વિજય શંકર રસ્તોગીએ કહ્યું કે, મુસ્લિમ પક્ષ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે નીચલી કોર્ટને આગળ આવવા કહ્યું છે. 6 મહિનામાં કેસનો અંતિમ નિર્ણય આપવા આદેશ કર્યો છે.
તેમણે કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટનો આ બીજો નિર્ણય છે. આ નિર્ણય યોગ્ય છે. આ કેસમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ લાગુ પડતો નથી. માત્ર પુરાવા દ્વારા સાબિત કરી શકાય છે કે કોઈ સ્થળ ધાર્મિક માળખું છે કે નહીં.
જણાવી દઈએ કે, ન્યાયમૂર્તિ રોહિત રંજન અગ્રવાલે અરજદારો અને પ્રતિવાદીના વકીલોની દલીલો સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે જ્ઞાનવાપી મસ્જિદના સંચાલન માટે જવાબદાર AIMC વારાણસી કોર્ટ સમક્ષ લાવવામાં આવેલા કેસની માન્યતા પર સવાલ ઉઠાવે છે.
આ દાવામાં હિંદુ અરજીકર્તાઓ જ્ઞાનવાપી મસ્જિદની હાલની જગ્યા પર મંદિર બનાવવાની માંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
