For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંડક નદીમાં 25 લોકોથી ભરેલી હોડી પલટી, 11 લોકોનું કરાયું રેસક્યૂ

બિહારના બગાહા જિલ્લાના દીનદયાલ નગરમાં મુસાફરોથી ભરેલી હોડી ગંડક નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ વહીવટી ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને ગંડક નદીની આસપાસના ઘાટ પર બચાવ કામગીરી ચલાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

બિહારના બગાહા જિલ્લાના દીનદયાલ નગરમાં મુસાફરોથી ભરેલી હોડી ગંડક નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ વહીવટી ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને ગંડક નદીની આસપાસના ઘાટ પર બચાવ કામગીરી ચલાવી રહી છે. બોટ ગંડક નદીના બગાહા નગરમાં દીનદયાલ નગર ઘાટ પર ડૂબી ગઈ હતી, જેના પર લગભગ 25 લોકો સવાર હોવાની આશંકા છે. બોટ ડૂબી ગયા બાદ અત્યાર સુધીમાં કુલ 11 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે બાકીની શોધ ચાલુ છે.

Gandak river

બોટ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ખળભાળાટ મચી ગયો છે. મુસાફરોથી ભરેલી હોડી દિયારાથી શહેર તરફ આવી રહી હતી. બોટમાં વધુ લોકો હોવાને કારણે નદીમાં ડૂબી ગઈ હતી. બોટ દુર્ઘટનાનું પ્રાથમિક કારણ ભેંસ સહિત અન્ય ઢોરનું લોડિંગ હોવાનું સામે આવ્યું છે, ઢોરના લીધે બોટને અસંતુલિત થઇ હતી અને તેના કારણે પાણીમાં ગરકાવ થઇ હતી.

હાલ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે. આ સાથે રાહત અને બચાવ કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. અવિરત વરસાદના કારણે બચાવકાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાસ્થળથી 3 કિમી આગળ બચાવ કામગીરી માટે સ્થાનિક ડાઇવર્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે SDM શેખર આનંદના જણાવ્યા અનુસાર, હોડીમાં માત્ર 16 લોકો હતા, જેમાં 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

English summary
A boat full of passengers sank in the Gandak river in Deendayal Nagar in Bihar's Bagaha district.After receiving information about the incident, the administrative team has reached the spot and is conducting rescue operations on the ghats around the Gandak river.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X