પાકિસ્તાનથી આવેલા હિન્દુઓના ઘરો પર ચાલ્યું બુલડોઝર, કલેક્ટરની થઇ રહી છે ટીકા

રાજસ્થાનના જેસલમેરમાં જિલ્લા કલેક્ટર ટીના ડાભીના આદેશ બાદ યુઆઇટી સહાયક અભિયંતા સહાયકની આગેવાનીમાં પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિત હિન્દૂના મકાનો પર બૂલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. જે બાદ આઇએએસ ઓફિસર ટીના ડાભીની ટીકા કરવામાં આવી રહી છે.

ટીના ડાભીના આદેશ બાદ જેસલમેરમાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. બાળકો સહિત 150 થી વધુ લોકો બેઘર બન્યા છે. હવે તે બધા ખુલ્લા આકાશ નીચે તડકામાં જીવવા મજબૂર છે.

tina dabi

આ પહેલા પણ થોડા દિવસો પહેલા જોધપુરમાં પાકિસ્તાનના અત્યાચાર અને હેરાનગતિથી પરેશાન થઈને ભારત આવેલા પાક વિસ્થાપિત હિન્દુઓના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જેસલમેરના સિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટે મંગળવારના રોજ અમર સાગર પંચાયતની જમીન પરથી અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. કલેક્ટર ટીના ડાબીના આદેશ બાદ જેસલમેરના અમર સાગર વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુઓના મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

વહીવટી તંત્રનું કહેવું છે કે, આ વિસ્થાપિત પરિવારો અમર સાગર તળાવના કિનારે ગેરકાયદેસર મકાનો બનાવીને રહે છે. જેના કારણે તળાવમાં પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. આ સાથે આ જમીન ખૂબ જ કિંમતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં જેસીબી, ટ્રેક્ટર અને પોલીસનો મોટો સ્ટાફ હાજર રહ્યો હતો. અતિક્રમણ હટાવતા લોકોએ વિરોધ પણ કર્યો હતો.

નોંધપાત્ર રીતે, અમરસાગર સરપંચે જિલ્લા કલેક્ટર અને યુઆઈટીને ઘણી વખત ફરિયાદ કરી હતી કે, લોકો તેમની જમીન પર અતિક્રમણ કરી રહ્યાં છે. તેમની કિંમતી જમીનનો નાશ થઈ રહ્યો છે. યુઆઈટીએ કરોડોની કિંમતની જમીન ખાલી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર પાસે મદદ માંગી હતી. જે બાદ વિસ્થાપિત લોકોને ખાલી કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X