Assembly Election Result: શરૂઆતી ટ્રેન્ડમાં બે રાજ્યમાં ભાજપ અને 2 રાજ્યમાં કોંગ્રેસ આગળ
આજે ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સવારે 8 વાગ્યે બેલેટ પેપર અને વોટ ફ્રોમ હોમની ગણતરી ચાલી રહી છે. શરૂઆતી ટ્રેન્ડના આંકડા જાહેર થવા લાગ્યા છે. શરૂઆતી ટ્રેન્ડ પ્રમાણે ભાજપ 2 રાજ્ય પર આગળ ચાલી રહ્યો છે જ્યારે કોંગ્રેસ પણ 2 સીટ પર આગળ ચાલી રહી છે. જો કે બંને પાર્ટી એકબીજાને કાંટાની ટક્કર આપી રહી છે.

મધ્ય પ્રદેશની વાત કરીએ તો અહીં કુલ 230 સીટ પર મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપ અને એનડીએ ગઠબંધન 67 સીટ પર જ્યારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 46 સીટ પર આગળ ચાલી રહી છે.
રાજસ્થાનની વાત કરીએ તો અહીં 199 સીટ પર મતગણતરી ચાલી રહી છે જેમાંથી ભાજપ અને એનડીએ ગઠબંધન 50 સીટ પર જ્યારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 41 સીટ પર તથા અન્યો 2 સીટ પર આગળ ચાલી રહ્યા છે.
તેલંગાણાની વાત કરીએ તો અહીં 119 સીટ પર મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 29 સીટ પર આગળ ચાલી રહી છે, બીઆરએસ 20 સીટ પર આગળ ચાલી રહી છે, ભાજપ અને એનડીએ ગઠબંધન 2 સીટ પર આગળ ચાલી રહ્યું છે જ્યારે અન્યો 6 સીટ પર આગળ ચાલી રહ્યા છે.
છત્તીસગઢની વાત કરીએ તો અહીં 90 સીટ પર મતગણતરી ચાલી રહી છે. છત્તીસગઢમાં કોંગ્રેસ+ ઈન્ડિયા ગઠબંધન 34 સીટ પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે ભાજપ+ એનડીએ ગઠબંધન 24 સીટ પર આગળ ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
