પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી, બે જૂથ વચ્ચે બોમ્બમારો થતાં 2નાં મોત
પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી, બે જૂથ વચ્ચે બોમ્બમારો થતાં 2નાં મોત
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી શરૂ થયેલ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે ફરી એકવાર રાજ્યના નોર્થ 24 પરગના જિલ્લામાં હિંસા ભડકી ગઈ છે. ઘટનાને પગલે 2 લોકોના મૃત્યુ થયાં છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ લોકોને ગોળી વાગી છે. ભાટપારા અને જગતદળ વિસ્તારમાં બે સમૂહો વચ્ચે થયેલ હિંસા બાદ પ્રસાસને કલમ 144 લગાવી દીધી છે. ઉપરાંત પોલીસ ફોર્સ અને સૈન્ય બળને પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે. હિંસા બલ ભાજપે ફરી ટીએમસીને જવાબદાર ઠેરવ્યું છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુરુવારે સવારે 10.30 વાગ્યે બે પક્ષ વચ્ચે બોમ્બમારો અને ફાયરિંગ થવા લાગ્યું જે બાદ સ્થિતિ અનિયંત્રિત થઈ ગઈ હતી. આ ફાયરિંગમાં પાંચ લોકોને ગાળી વાગી હતી. એકનું હોસ્પિટલને પહોંચતા પહેલા જ મોત થયું હતું જ્યારે એક શખ્સ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો. અન્ય ઘાયલોનો ઈલાજ ચાલી રહ્યો છે. મૃતકોની ઓળખ રામબાબૂ શૉ અને ધર્મેન્દ્ર શૉ તરીકે કરવામાં આવી છે જેમને ભાજપના સમર્થક ગણાવવામાં આવી રહ્યા છે.
રામબાબૂ શૉના એક સંબંધીએ જણાવ્યું કે તે એક સ્ટ્રીટ વેન્ડર હતો. તેના માથામાં ગોળી વાગવાથી તેનું મૃત્યુ થયું હતું. આરએએફના જવાનોની સાથે પોલીસ અધિકારીઓની એક ટૂકડી સમગ્ર વિસ્તારમાં તહેનાત કરી દેવામાં આવી છે. હિંસા અને હંગામા બાદ વિસ્તારમાં દુકાનો અને અન્ય વાણિજ્યિક પ્રતિષ્ઠાનો બંધ થઈ ગયાં. ભાટપાડામાં 19 મેના રોજ થયેલ વિધાનસભા ચૂંટણી બાદ અથડામણના કેટલાય મામલા સામે આવી ચૂક્યા છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ આના માટે તૃણમૂલ સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનરજીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે મમતાએ લોકસભા ચૂંટણી બાદ પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. સમગ્ર રાજ્યમાં હિંસા થઈ રહી છે. મને જાણકારી મળી છે કે પોલીસની ગોળીથી બે લોકોનાં મૃત્યુ થયાં છે. જણાવી દઈએ કે સ્થાનિક લોકોનો આરોપ છે કે હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસે પણ તાબડતોડ ફાયરિંગ કર્યું. જો કે વરિષ્ઠ અધિકારીઓએ પોલીસ ફાયરિંગનો ઈનકાર કર્યો છે.
વિજયવર્ગીયએ કહ્યું કે ભાજપનું એક પ્રતિનિધિમંડળ ભાટપાર જશે અને મૃતકના પરિવારના સભ્યોની મુલાકાત કરશે. અમે કેન્દ્રને એક રિપોર્ટ પણ મોકલશું. જ્યારે બૈરકપુરના ભાજપ લોકસભા સાંસદ અર્જુન સિંહે મૃત્યુ અને વિસ્તારમાં ફેલાયેલ હિંસા માટે પોલીસને જવાબદાર ઠેરવી છે. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાટાપારાની સ્થિતિ પર ચર્ચા માટે મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને એડિશનલ ડિરેક્ટરની સાથે બેઠક કરી છે.












Click it and Unblock the Notifications
