શું આજે વિમાન અકસ્માત દિવસ છે? ગોવા પછી દિલ્હી

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી આંતરાષ્ટ્રિય હવાઇ અડ્ડા પર ઇન્ડિંગો અને સ્પાઇસજેટના બે વિમાનો અચાનક જ એકદમ પાસે આવી ગયા. જો કે તે બાદ કોઇ મોટી દુર્ધટના થતા ટળી હતી. પણ પ્રાપ્ત જાણકારી મુજબ ડીજીસીએને હાલ આની જાણકારી આપવામાં આવી છે. અને આ અંગે તપાસ ચાલુ છે.

indiga

ખબરોનું માનીએ તો બે વિમાન ત્યારે ખૂબ જ પાસે આવી ગયા જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ લેંડ થયા પછી ટેક્સીવેની તરફ જઇ રહી હતી. અને સ્પાઇસજેટનું વિમાન પણ ઠીક તે જ સમયે ટેક ઓફ કરી રહ્યું હતું. જો કે બપોરના 12 વાગ્યા સુધી આ દુર્ધટનામાં જાન માલના નુક્શાનની કોઇ ખબર આવી નથી.

નોંધનીય આજે સવારે જ ગોવાથી મુંબઇ જઇ રહેલ વિમાન રનવે પર ફસડાઇ પડ્યું હતું જેના કારણે વિમાનમાં સવાર યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે આ દુર્ધટના થઇ ત્યારે વિમાનમાં 154 યાત્રીઓ હતા. અને મુંબઇથી ગોવા જતી આ ફ્લાઇટનું નામ 9 ડબલ્યુ 2374 હતું.

English summary
A close shave between two aircrafts (Indigo and SpiceJet flights) at Delhis IGI Airport; reported to DGCA.
Please Wait while comments are loading...