સિાગરેટ સાથે રાષ્ટ્રગાન ગાનારી બે યુવતીઓઓ સામે ફરિયાદ નોંધાઈ

વાયરલ થવાની લ્હાયમાં ઘણા લોકો હદ વટાવતા જોવા મળે છે. હવે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સમાચારો અનુસાર, હાથમાં સળગતી સિગારેડ રાખીને રાષ્ટ્રિયગાન ગાનારી બે યુવતીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. આ યુવતીઓએ હાથમાં સળગતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના બૈકરપુર પોલીસે વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.

sang national anthem with cigarettes

વિગતો અનુસાર, પોલીસે આ કાર્યવાહી કલકત્તા હાઈકોર્ટના વકીલની ફરિયાદ પર કરી છે. બંને યુવતીઓ પર ઈરાદાપૂર્વક રાષ્ટ્રગીતનો અનાદર કરવાનો આરોપ છે. બન્નેએ વીડિયો બનાવીને ઈન્ટરનેટ મીડિયા પર મૂક્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર તેને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો કાર્યવાહીની માંગ કરતા પણ જોવા મળ્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે બંને યુવતીઓ સિગારેટ પી ધુમાડો છોડી રહી છે અને મસ્તી સાથે રાષ્ટ્રગીત ગાઈ રહી છે. આ યુવતીઓ સિવાયના અન્ય વ્યક્તિએ આ વીડિયો બનાવીને ફેસબુક પર મૂક્યો હતો. વીડિયોથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

વીડિયો જોયા બાદ કોલકાતા હાઈકોર્ટના એડવોકેટે પોલીસને ફરિયાદ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બીજી તરફ ફરિયાદના આધારે પોલીસે બંને યુવતીઓ સામે તપાસ હાથ ધરી છે. આ મામલો સાયબર સેલને સોંપવામાં આવ્યો છે. સાયબર સેલની ટીમે ફેસબુકને લગતી માહિતી માંગી છે. માહિતી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ વિવાદ વધતા યુવતીઓએ આ વીડિયો ડિલીટ કરી દીધો છે. આ કેસમાં બંને યુવતીઓની ધરપકડ પણ થઈ શકે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ હાથમાં સિગારેટ લઈને રાષ્ટ્રગીત ગાઈ રહી છે અને મજાક પણ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X