• search

ક્રિકેટના મેદાન પર વીજળી પડવાના કારણે ઓલરાઉન્ડર ક્રિકેટરનું દુઃખદાયક મૃત્યુ

By Lekhaka
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    પશ્ચિમ બંગાળના હૂગલી જિલ્લામાં રમતના મેદાનમાં એક દુઃખદાયક ઘટના થઈ હતી જ્યાં 21 વર્ષીય ક્રિકેટરનું અવસાન થયું હતું. માહિતી અનુસાર ઓલરાઉન્ડર ક્રિકેટર દેવવ્રત પર ત્યારે વીજળી પડી જયારે તે સાથી ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરવા માટે ઉતર્યા હતા. બેભાન ક્રિકેટરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

    પ્રેક્ટિસ કરવા પહોંચ્યા હતા દેવવ્રત

    પ્રેક્ટિસ કરવા પહોંચ્યા હતા દેવવ્રત

    દેવવ્રત પૉલ સાઉથ કોલકાતામાં ક્રિકેટ એકેડેમીમાં જોડાયા હતા અને દરરોજ પ્રેક્ટિસ કરતા હતા. આ અંગેની માહિતી આપતા ક્લબના સેક્રેટરીએ જણાવ્યું હતું કે આ બનાવ રવિવારે બપોરે થયો હતો. ઓલરાઉન્ડર ક્રિકેટર માત્ર પ્રેક્ટિસ માટે સાથી ખેલાડીઓ સાથે પહોંચ્યા હતા, ત્યારે જ હવામાન વધુ ખરાબ થવાનું શરૂ થયું અને વીજળીના કડાકા થવા લાગ્યા.

    ઓલરાઉન્ડર ક્રિકેટર પર પડી વીજળી

    ઓલરાઉન્ડર ક્રિકેટર પર પડી વીજળી

    તે સમયે દેવવ્રત પર વીજળી પડી હતી અને ત્યાંજ તે બેભાન થઇ પડ્યો હતો. આ ઘટનામાં અન્ય ખેલાડીઓ બચી ગયા હતા. તેમણે બેભાન દેવવ્રતને હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને ડૉકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા. ક્રિકેટર દેવવ્રત બેટિંગ અને બૉલિંગ બંનેમાં સારો હતો તેથી તેમને પ્રતિભાશાળી ઓલરાઉન્ડર ક્રિકેટર તરીકે ગણવામાં આવતા હતા.

    ટીમ ઇન્ડિયામાં રમવાનું સ્વપ્ન રહ્યું અધૂરું

    ટીમ ઇન્ડિયામાં રમવાનું સ્વપ્ન રહ્યું અધૂરું

    દરેક ક્રિકેટરની જેમ દેવવ્રત ટીમ ઇન્ડિયા માટે રમવા માગતો હતો પણ તેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું. દેવવ્રત તેમની રમત વિશે ખૂબ જ ગંભીર હતા અને તે દરરોજ પ્રેક્ટીસ કરતા હતા. દેવવ્રતના મૃત્યુના સમાચારથી તેમના પરિવારના સભ્યોને ખુબ આઘાત લાગ્યો છે. ક્રિકેટ એકેડમીના સાથી ખેલાડીઓ અને કર્મચારીઓ પણ તેમના મૃત્યુથી દુઃખી છે.

    English summary
    A cricketer died after lightning fell on him in Kolkata

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more