For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં નોકરી માટે ઘરથી નીકળ્યો યુવક, માથું કપાયેલી લાશ મળી

યુપીના પ્રતાપગઢ જિલ્લામાં ચોંકાવી નાખે તેવી ઘટના ઘટી છે. અહીં મહેશગંજ વિસ્તારમાં એક યુવકની માથું કપાયેલી લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

યુપીના પ્રતાપગઢ જિલ્લામાં ચોંકાવી નાખે તેવી ઘટના ઘટી છે. અહીં મહેશગંજ વિસ્તારમાં એક યુવકની માથું કપાયેલી લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. સૂચના મળતા જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને લાશ કબ્જામાં લીધી. યુવકનું કપાયેલું માથું 200 ફુટ દૂર મળી આવ્યું. લાશ પાસે મળેલી બેગથી યુવકની ઓળખ માલધાર છતા નિવાસી સજ્જન પટેલ રૂપે થયી છે. હાલમાં પોલીસે લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

નોકરી કરવા માટે નીકળ્યો હતો યુવક

નોકરી કરવા માટે નીકળ્યો હતો યુવક

પરિવાર ઘ્વારા જણાવ્યા અનુસાર સજ્જનના ઘણા મિત્રો મુંબઈમાં રહીને નોકરી કરે છે. સજ્જન પણ તેમની પાસે રોજગારની શોધમાં જઈ રહ્યો હતો. શનિવારે બપોરે બધી જ તૈયારી કરીને તે બેગ લઈને નીકળ્યો. પરિવાર આશા કરી રહ્યો હતો કે હવે દીકરો મુંબઈમાં કમાણી કરશે તો તેમની હાલત સુધરી જશે. પરંતુ કોઈને પણ અંદાઝો ના હતો કે સજ્જન હવે પાછો નહીં આવી શકે. સજ્જનની લાશ રેલવે સ્ટેશન બહાર પૂર્વી આઉટર પાસે મળી આવી. જયારે તેનું કપાયેલું માથું થોડે દૂર પ્રાથમિક વિધાયક પાછળ મળી આવ્યું.

હત્યાની આશંકા

હત્યાની આશંકા

કુંડા રેલવે સ્ટેશન બહાર આઉટર પાસે લાશ મળી આવતા હડકંપ મચી ગયો. પહેલા શવ જોઈને લોકોએ આશંકા લગાવી કે તે ટ્રેનની ઝપટમાં આવી ગયો હશે. પરંતુ જયારે તેનું માથું ગાયબ હતું. ત્યારે અંદાઝો લગાવવામાં આવ્યો કે હત્યારાઓ તેનું માથું પોતાની સાથે લઇ ગયા હશે. જયારે ડોગ સ્ક્વોડ ટીમ પહોંચી ત્યારે ઘટનાસ્થળ થી લગભગ 200 મીટર દૂર સજ્જનનું માથું મળી આવ્યું.

કલાકો સુધી લાશ પડી રહી

કલાકો સુધી લાશ પડી રહી

ઘટના વિશે સૂચના પોલીસ અને સ્ટેશન માસ્ટર ને આપવામાં આવી. સ્થાનીય પોલીસે લાશ એવું કહીને લેવાની ના પાડી દીધી કે આ જીઆરપી મામલો છે. જયારે જીઆરપીને સૂચના આપવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે લાશ આઉટર બહાર છે એટલા માટે તે સ્થાનીય પોલીસનો મામલો છે. આ તકરારને કારણે લાશ કલાકો સુધી ત્યાં જ પડી રહી.

English summary
A dead body found without head near railway station in Allahabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X