બોલો! 50 હજારની સ્કૂટી માટે 7 લાખ રૂપિયાનો નંબર ખરિદ્યો!

હોશિયારપૂર જિલ્લા પરિવહન વિભાગ તરફથી યોજવામાં આવેલી મનપસંદ નંબરો માટેની હરાજીમાં કત્તોવાલ ગામના ખેડૂત કુલબીર સિંહે મનપસંદ નંબર મેળવવા માટે 7 લાખ રૂપિયાની બોલી લગાવી દીધી. આ નંબર તેમણે કાર કે બાઇક માટે નહીં પરંતુ પોતાની સ્કૂટી માટે મેળવ્યો ! આ નંબર છે PB07 AK47.
આ નંબરની બોલી માટે કૂલ 16 લોગ હતા, નંબરની રિઝર્વ કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી હતી. પ્રથમ બોલી જ 5,000 રૂપિયાથી શરૂ થઇ. ત્યારબાદ આ બોલી જોતજોતામાં જ હજારોમાંથી લાખોમાં ચાલી ગઇ. જ્યારે બોલી 3 લાખ સુધી પહુંચી ત્યારે મેદાનમાં માત્ર 5 લોકો રહી ગયા. ત્યારબાદ આ પાંચયને હરાજીમાં ટપાવી જઇ કુલબીરસિંહે 7 લાખ રૂપિયાની બોલી લગાવી દીધી. આની સાથે તમામ બોલીઓની બોલતી બંધ થઇ અને નંબર પોતાના નામે કરી લીધો.
આ ઉપરાંત અન્ય ઘણા નંબરોની પણ બોલી લાગી હતી પરંતુ તે 81, 000 રૂપિયાથી વધારે ક્યારેય કોઇ નંબરની બોલી નથી ગઇ. પોતાનો મનપસંદ નંબર મેળવીને ખુશ કુલબીરસિંહે જણાવ્યું કે તેમની પાસે પહેલા પણ 47 નંબરવાળી બે કાર હતી, પરંતુ આ નંબરની તો વાત જ કંઇક અલગ છે. કારણ કે તેમાં એકે લાગે છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ આ નંબરને તેમની એક્ટિવા ઉપર લગાવશે.












Click it and Unblock the Notifications
