For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠાણેમાં એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે

મહારાષ્ટ્રના પશ્ચિમી ઠાણે સ્થિત એક કાર્યાલયમાં બુધવારે સવારે ભીષણ આગ લાગી ગઈ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના પશ્ચિમી ઠાણે સ્થિત એક કાર્યાલયમાં બુધવારે સવારે ભીષણ આગ લાગી ગઈ. આગની સૂચના મળતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટનામાં હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાના કારણો પણ હજુ સુધી જાણી શકાયા નથી. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી છે. ઘટના સ્થળે 4 ફાયરબ્રિગેડની ગાડીઓ, 2 બચાવ વાહન, 3 પાણીના ટેન્કર, 2 જમ્બો પાણીના ટેન્કર, પોલિસ અને સ્થાનિક ડિઝાસ્ટર સેલના લોકો હાજર છે.

fire

તમને જણાવી દઈએ કે 21 સપ્ટેમ્બરે પણ મુંબઈની એક્સચેન્જ બિલ્ડિંગમાં સોમવારે આગ લાગી ગઈ હતી. આ એક્સચેન્જ બિલ્ડિંગમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનુ કાર્યાલય છે. આ એક્સચેન્જ બિલ્ડિંગમાં મુંબઈના બાલાર્ડ પિયરમાં સ્થિત છે. એક્સચેન્જ બિલ્ડિંગના ત્રીજા માળે એનસીબીની ઑફિસ છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્ઝ એંગલમાં અત્યારે આ ઑફિસમાં પૂછપરછ માટે લોકોને બોલાવવામાં આવી રહ્યા છે. ધરપકડ બાદ રિયાને અહીં જ એક દિવસ માટે રાખવામાં આવી હતી.

જ્યારે ગુરુવારે ગુજરાતમાં સુરતના હજીરા સ્થિત ઓએનજીસી ટર્મિનલ પર ભીષણ અગ્નિકાંડ થયો. આ દરમિયાન પ્લાન્ટાં ત્રણ ધમાકા થયા હતા જેનાથી આસપાસના વિસ્તારોમાં ડર ફેલાઈ ગયો હતો. આગની જ્વાળાઓ અને ધૂમાડો 10 કિલોમીટર દૂરથી પણ દેખાવા લાગ્યો. આ દૂર્ઘટના સવારે થઈ જેના તીવ્ર અવાજથી સૂતેલા લોકો જાગી ગયા હતા. આગને ઓલવવામાં લગભગ 4 કલાકનો સમય લાગ્યો હતો. આ આગ મુંબઈથી સુરત આવતી ગેસ પાઈપ લાઈનના ટર્મિનલમાં લાગી હતી જેને કાબુ કરવા માટે વાલ્વ બંધ કરવામાં આવ્યા હતા જેનાથી ગેસની સપ્લાઈ અટકી ગઈ અને ભીષણ દૂર્ઘટના ટળી ગઈ.

Palmistry: જાણો હથેળીમાં ક્યાં હોય છે ધનનો ભંડાર!Palmistry: જાણો હથેળીમાં ક્યાં હોય છે ધનનો ભંડાર!

English summary
A fire broke out at the office of a company in Thane West.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X