For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉલટા પગવાળી દીકરી જન્મતા લાવારિસ છોડીને જતા રહ્યા માતાપિતા, 36 કલાક પછી પાછા આવ્યા

મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં સ્થિત સરકારી હોસ્પિટલમાં ઉલટા પગવાળી બાળકીનો જન્મ થયો.

|
Google Oneindia Gujarati News

હરદાઃ મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં સ્થિત સરકારી હોસ્પિટલમાં ઉલટા પગવાળી બાળકીનો જન્મ થયો. તેના પગના પંજા સામે હોવાના બદલે પીઠ બાજુ છે. ઉલટા પગવાળી બાળકીને જોઈને તેના માતાપિતા તેને હોસ્પિટલમાં જ છોડીને ભાગી ગયા. બાળકીને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી. માહિતી મુજબ હરદા જિલ્લાના ખિરકિયા બ્લૉકના ઝાંઝરી નિવાસી વિક્રમની પત્ની પપ્પીને પ્રસવ પીડા થવા પર તેને સોમવારે બપોરે લગભગ 12 વાગે હરદાની જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી.

girl child

પ્રસવ સામાન્ય, બાળકી અસામાન્ય

અહીં માતાને સામાન્ય પ્રસવ થયો પરંતુ બાળકી અસામાન્ય હતી. ડૉક્ટર આને દૂર્લભ કેસ માની રહ્યા છે. બાળ રોગ વિશેષજ્ઞ ડૉ. સની જુનેજા કહે છે કે બાળકીના બંને પગ ઉલટા છે. 5 વર્ષનના કરિયરમાં જુનેજાએ આવો પહેલા કેસ જોયો છે. હાલમાં બાળકીને સ્પેશિયલ ન્યૂ બૉર્ન ચાઈલ્ડ કેર યુનિટમાં ભરતી કરવામાં આવી છે.

માઈકથી અનાઉન્સમેન્ટ કરાવ્યુ

ચોંકાવનારી વાત તો એ છે કે ઉલટા પગવાળી નવજાત બાળકીને જોઈને તેના માતાપિતા તેને હોસ્પિટલમાં લાવારિસ છોડીને જતા રહ્યા. હોસ્પિટલ મેનેજમેન્ટે મંગળવારે રાતે સાડા આઠ વાગ્યા સુધી બાળકીના માતાપિતાની શોધ કરી. માઈક પરથી અનાઉન્સમેન્ટ પણ કરાવ્યુ.

36 કલાક પછી પાછા આવ્યા માતાપિતા

ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર વાયરલ થઈ ગયા કે હરદાની જિલ્લા હોસ્પિટલમાં ઉલટા પગવાળી બાળકીનો જન્મ થયો છે અને તેના માતાપિતા ગાયબ થઈ ગયા છે. કેસ પોલિસ સ્ટેશનમાં લઈ જવાની તૈયારી થઈ ગઈ ત્યારે લગભગ 36 કલાક પછી બાળકીના દાદી મુનિયાબાઈ, પિતા વિક્રમ અને મા પપ્પી હોસ્પિટલમાં પાછા આવ્યા. તમને જણાવી દઈએ કે બાળકી હાલમાં ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. જો કે બાળકીનુ વજન લગભગ 1 કિલો 600 ગ્રામ છે જ્યારે સામાન્ય બાળકોનુ વજન 2 કિલો 700 ગ્રામથી 3 કિલો 200 ગ્રામ સુધી હોય છે.

ઑપરેશનથી ઠીક થઈ શકે છે પગ

મીડિયા સાથે વાતચીતમાં ઈંદોરના ઓર્થોપેડીક સર્જન ડૉ. પુષ્પવર્ધન મંડલેચાએ આશા વ્યક્ત કરી છે કે બાળકીના પગ ઠીક થઈ શકે છે. આ બિમારી સંભવતઃ બાળકીની માના ગર્ભમાં ઓછી જગ્યા હોવાના કારણે કે આનુવાંશિક હોઈ શકે છે. ઑપરેશન પછી આ પગને સીધા કરી શકાય છે.

English summary
A girl child with inverted legs born in Harda, Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X