For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાને લઈને પીએમ મોદીની ઉપસ્થિતીમાં હાઈલેવલ મીટિંગ, જાણો શું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કોરોનાને લઈને યોજાયેલી બેઠકમાં લોકોને માસ્ક પહેરવા આગ્રહ કર્યો હતો. આ સિવાય તેમણે તહેવારોની સિઝનમાં સાવધાન રહેવા કહ્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ચીન સહિત દુનિયાના કેટલાક દેશોમાં કોરોના વાયરલના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે ભારત સરકાર એલર્ટ પર જોવા મળી રહી છે. વધતા કોરોનાના પ્રકોપ વચ્ચે હવે પીએમ મોદીની ઉપસ્થિતીમાં હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમિત શાહ અને આરોગ્ય વિભાગના મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા.

pm modi

બેઠકમાં પીએમ મોદીએ લોકોને માસ્ક પહેરવા આગ્રહ કર્યો હતો. આ બેઠકમાં કોરોના ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ વધારવા પર ભાર મુકાયો. અહીં પીએમ મોદીએ કહ્યું કે, નબળા અને વૃદ્ધ લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે પ્રીકોશન ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

પીએમ મોદી સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં હાલમાં દેશમાં કોરોનાની સ્થિતીની સમિક્ષા કરાઈ હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, ઓક્સિજન સિલિન્ડર, પીએસએ પ્લાન્ટ, વેન્ટિલેટર અને માનવ સંસાધન સહિત હોસ્પિટલના માળખાકીય સુવિધાઓની સજ્જતા સુનિશ્ચિત કરવી જોઈએ.

હાલ ચીન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે બેઠક દરમિયાન પીએમ મોદીએ ટેસ્ટિંગ અને જિનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોએ INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઓ સાથે રોજ લોહીના નમૂનાઓ શેર કરવા જોઈએ. આ સિવાય પીએમ મોદીએ આગામી તહેવારોની મોસમ પર વિશેષ સાવધાની રાખવાની સલાહ આપી હતી. તેમણે લોકોને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન, બ્રાઝીલ અને ફ્રાંસ સહિતના દેશોમાં છેલ્લા 24 કલાકમાં 5.37 લાખ કોરોનાના કેસ નોંધાયા છે. આ સિવાય ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં 145 નવા કેસ નોંધાયા છે. આ કેસમાં 4 કેસ BF.7 વેરિઅન્ટના પણ છે.

English summary
A high level meeting was held regarding Corona in the presence of PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X