દિલ્હીના હરિનગરની ફેક્ટરીમાં લાગી ભારે આગ, ફાયર બ્રિગેડના 20 વાહનો સ્થળ પર હાજર
દિલ્હીના માયાપુરી ફેઝ 2 ના હરીનગરમાં એક ફેક્ટરીમાં શુક્રવારે આ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાના કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં આગની ઉચ્ચ જ્વાળાઓ જોઇ શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર બચાવ ટીમો અને ફા
દિલ્હીના માયાપુરી ફેઝ 2 ના હરીનગરમાં એક ફેક્ટરીમાં શુક્રવારે આ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાના કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં આગની ઉચ્ચ જ્વાળાઓ જોઇ શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર બચાવ ટીમો અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ કારખાનાની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ સુધી આગના મુખ્ય કારણો જાણવા મળ્યા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, માયાપુરી ફેઝ 2 ના હરીનગરમાં જૂતાની ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના 20 વાહનો ઘટના સ્થળે જવા રવાના થયા હતા. હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તમને જણાવી દઇએ કે ગત મહિને 24 ડિસેમ્બરે દિલ્હીના નરેલા વિસ્તારમાં જૂતાની ફેક્ટરીમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે ભારે આગ લાગી હતી. આ પહેલા 7 ડિસેમ્બરના રોજ દિલ્હીના રાણી ઝાંસી રોડ પરના અનાજના માર્કેટમાં ભારે આગ લાગી હતી. આ ઘટનામાં 43 લોકોનાં મોત નીપજ્યાં હતાં. શોર્ટ સર્કિટને બજારમાં આગ લાગી હોવાનું કારણ જાણવામાં આવ્યું હતું.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
