મરઘાને ભારે પડ્યો મરઘીનો પ્રેમ, મામલો પહોંચ્યો પોલીસ મથકે

સોમવારની સવારે આ દેકાકુંડ નામના ગામમાં જગલિયા ભીલનો પાલતુ મરઘો ભૂલથી પાડોસી જ્ઞાન સિંહ ભીલના સંપત્તિ ક્ષેત્રમાં ઘૂસી ગયો. મરઘો જ્યાં ઘુસ્યો હતો, ત્યાં જ્ઞાન સિંહની પાલતુ મરઘી પણ ફરી રહી હતી.
જ્યારે જ્ઞાન સિંહએ પોતાની મરઘીને પાડોસીના મરઘા સાથે સંબંધ બાંધતા જોઇ ત્યારે તે ગુસ્સે ભરાયો. જ્ઞાન સિંહ ગુસ્સે ભરાઇને ઘરમાં ગયો અને તીર-ઘનુષ ઉઠાવીને લાવ્યો. ગુસ્સે ભરાયેલા જ્ઞાન સિંહે એક તીર મરઘા પર ચલાવી દીધું.
જ્યારે જગલિયા ભીલને તેની ખબર પડી તો તે હૈરાન થઇ ગયો ઇજાગ્રસ્ત મરઘાને એ જ સ્થિતિમાં લઇને તે નજીકના જોબટ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને જ્ઞાન સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. જોબટ થાના ઇન્ચાર્જ આશા.આર.વર્માએ જણાવ્યું કે જ્ઞાન સિંહ વિરુદ્ધ આઇપીસીની કલમ 427 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, અને મરઘાને સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે. આ અંગે વર્માએ જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિને 50 રૂપિયાથી વધુનું નુક્સાન થાય તો તે કલમ 427 હેઠળ આવે છે.
ફરિયાદ લખાવ્યા બાદ જગલિયા પોતાના મરઘાને હોસ્પિટલ લઇ ગયા. મરઘાએ લાગેલું તીર કાઢતા પહેલા ડોક્ટર્સે તેની હાલતમાં સુઘારની રાહ જોવી પડી. એક ડોક્ટરે જણાવ્યું કે તીરનો જો તુંરત કાઢવામાં આવ્યું હોત તો મરઘાનું મોત પણ થઇ શકતું હતુ.












Click it and Unblock the Notifications
