જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં મિની બસ ખીણમાં પડતા 33ના મોત, 22 ઘાયલ
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં મિની બસ પડવાથી ઘણા લોકોના મોત નીપજ્યા છે.
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં મિની બસ પડવાથી 33 લોકોના મોત નીપજ્યા છે. આ બસ એ સમયે ખીણમાં પડી ગઈ જ્યારે ડ્રાઈવર તેનો વળાંક લઈ રહ્યો હતો. દૂર્ઘટનામાં 22 જણ ઘાયલ થયાના પણ સમાચાર છે. સ્થાનિક લોકો અને સ્થાનિક પ્રશાસને સ્થળ પર પહોંચીને લોકોની મદદ કરી અને તેમને બચાવવાની કોશિશ કરી. ઘાયલોને પાસેની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. વળી, બીજી તરફ આ કેસમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. દૂર્ઘટના વિશે કિશ્તવાડના ડેપ્યુટી કમિશ્નર અંગ્રેજ સિંહ રાણાએ જણાવ્યુ કે દૂર્ઘટનામાં 33 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 22 જણ ઘાયલ છે. આ દૂર્ઘટના એ સમયે બની જ્યારે મુસાફરોથી ભરેલુ વાહન કે જે કેશવાનથી કિશ્તવાડ તરફ જઈ રહ્યુ હતુ ત્યારે અચાનક ખીણમાં પડી ગયુ.

ઘાયલોમાંથી ત્રણને એરલિફ્ટ કરીને જમ્મુ પહોંચાડવામાં આવ્યા છે જ્યારે એક અન્ય હેલીકોપ્ટરને કિશ્તવાડ મોકલવામાં આવ્યુ છે. આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ગૃહ મંત્રી અમિત શાહે પોતાની સંવેદનાઓ પ્રગટ કરી છે. તેમણે કહ્યુ કે કિશ્તવાડ માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોથી હું વ્યથિત છુ. હું મૃતકોના પરિજનો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરુ છુ. સાથે જે લોકો ઘાયલ છે તેમના વહેલી તકે સાજા થવાની પ્રાર્થના કરુ છુ. સાથે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીઓ પણ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
