અનામતને લઈને UPમાં મોટી બબાલના એંધાણ, હવે યોગી સરકાર સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આજે પંચાયત ચૂંટણીઓ અંગે ઉત્તર પ્રદેશ સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનને રદ કર્યું અને OBC અનામત વિના રાજ્યમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજવાનો આદેશ આપ્યો હતો.

લખનૌ : ઉત્તર પ્રદેશમાં મોટી રાજકિય બબાલના એંધાણ વરતાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીઓની તૈયારી છે ત્યારે હવે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાએ મોટી ઉથલપાથલ કરી દીધી છે. હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ઉત્તર પ્રદેશ પંચાયચ ચૂંટણીઓ ઓબીસી અનામત વગર જ યોજાશે. આ ચુકાદાને લઈને હવે યુપી સરકાર મેદાને પડી છે અને સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી કરી રહી છે. હવે યોગી સરકારે જણાવ્યુ છે કે, અનામત બાદ જ પંચાયત ચૂંટણીઓ યોજાશે.

yogi adityanath

અહીં તમને જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આજે પંચાયત ચૂંટણીઓ અંગે ઉત્તર પ્રદેશ સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનને રદ કર્યું અને OBC અનામત વિના રાજ્યમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજવાનો આદેશ આપ્યો હતો. પીઠે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચને પછાત વર્ગની બેઠકોને સામાન્ય શ્રેણીની બેઠકો ગણીને 31 જાન્યુઆરી 2023 સુધીમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ મુદ્દે યોગી સરકાર સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે તો બીજી તરફ વિપક્ષ સતત યોગી સરકારને ઘેરી રહ્યું છે.

હાઈકોર્ટથી ખંડપીઠે કહ્યું કે, તમામ પંયાયતોની અવધિ પુરી થઈ ગઈ છે અને કેટલાકની 31 જાન્યુઆરી 2023 સુધીમાં પુરી થઈ જશે. આવી સ્થિતિમાં ટ્રિપલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવી મુશ્કેલ છે. જો તેમાં લાંબો સમય લાગે તો યોગ્ય રહેશે કે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડે.

કોર્ટના નિર્ણય પર રાજ્ય સરકારે કહ્યું કે, આ મામલે કમિશનની રચના કરીને ટ્રિપલ ટેસ્ટના આધારે અનામતની સુવિધા અપાશે. આ પછી જ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. સરકારે કહ્યું કે જો જરૂર પડશે તો સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. આ મુદ્દે યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર શહેરી સંસ્થાની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભમાં એક કમિશનની સ્થાપના કરશે અને અન્ય પછાત વર્ગોના નાગરિકોને ટ્રિપલ ટેસ્ટના આધારે અનામત સુવિધા પ્રદાન કરશે. આ પછી, શહેરી સંસ્થાની સામાન્ય ચૂંટણીઓ હાથ ધરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X