વૃદ્ધને સાપ કરડ્યો, પરિવારના લોકો સાપને લઈને હોસ્પિટલ પહોંચ્યા

બિહારના આરા માં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં ઉપચાર કરાવવા માટે એક વૃદ્ધ સાથે સાપને લઈને કેટલાક લોકો આવ્યા હતા.

બિહારના આરા માં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં ઉપચાર કરાવવા માટે એક વૃદ્ધ સાથે સાપને લઈને કેટલાક લોકો આવ્યા હતા. ખરેખર એક વૃદ્ધને સાપ કરડી ગયો હતો. ત્યારપછી ઘાયલ વૃદ્ધને લઈને પરિવારના લોકો સદર હોસ્પિટલ પહોંચ્યા. પરિસ્થિતિ ત્યારે ખુબ જ અજીબ બની જયારે તેમને વૃદ્ધને કરડનાર સાપ પણ હોસ્પિટલમાં ડોક્ટરની સામે રાખી દીધો. સાપ સામે જોઈને ડોક્ટરની ચેમ્બરમાં હાજર લોકોના હોશ ઉડી ગયા.

snake

મળતી જાણકારી અનુસાર ભોજપુરના બિહિયા ચોકીના બેલવાણીયામાં કોલ્ડ ડ્રિન્કની દુકાન ચલાવનાર વૃદ્ધ સત્યનારાયણ પ્રસાદ ગોદામમાં રાખેલા કોલ્ડ ડ્રિન્ક બહાર કાઢતી વખતે સાપે તેમને હાથમાં ડંખ મારી લીધો. વૃદ્ધની ચીસ સાંભળીને પરિવારના લોકો ત્યાં પહોંચી ગયા અને તેમને સાપને જીવતો જ પકડી લીધો. વૃદ્ધના પરિવાર ઘ્વારા જણાવ્યા અનુસાર તેમને કોઈ સમજમાં આવ્યું નહીં. એટલા માટે તેઓ ઘાયલ વૃદ્ધ સાથે સાપને પણ લઈને હોસ્પિટલ પહોંચી ગયા. જેથી સાપને જોઈને હોસ્પિટલના ડોક્ટર તેમનો સારી રીતે ઉપચાર કરી શકે.

પરિવારે વૃદ્ધની સાથે સાથે સાપને પણ ડોકટરની ટેબલ પર મૂકી દીધો. ડોક્ટરે જયારે ડંખ મારનાર સાપને જીવતો જોયો ત્યારે ચેમ્બરમાં હાજર બધાના હોશ ઉડી ગયા. થોડા સમય માટે જગ્યા પર અફરાતફરી મચી ગયી. ડોક્ટરે જયારે પરિવારના લોકોની ફટકાર લગાવી ત્યારે તેઓ સાપને લઈને બહાર આવી ગયા. ડોક્ટરે તરત જ વૃદ્ધનો ઉપચાર શરૂ કરી દીધો. હવે વૃદ્ધની હાલત ખતરાથી બહાર જણાવવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X