For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર માટે મુસલમાને દાન કરી દીધી પોતાની જમીન

|
Google Oneindia Gujarati News

મોતિહારી, 11 સપ્ટેમ્બર : અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઇને જ્યાં બે સમુદાયના લોકો કોર્ટમાં કાનૂની લડત લડી રહ્યા છે, ત્યાં બિહારના પૂર્વ ચંપારણમાં વિશ્વના સૌથી ઉંચા રામ મંદિરના નિર્માણ માટે એક વૃદ્ધ મુસ્લિમે પોતાની જમીન દાનમાં આપી દીધી છે. આ મંદિરને લઇને મુસ્લિમ સંપ્રદાયના લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ લલન સિંહે કહે છે કે કલ્યાણપૂર પ્રખંડના કૈથવલિયામાં બનનાર રામ મંદિર માટે વૃદ્ધ મુસ્લિમ જૈનુલ હક ખાંએ પોતાની દોઢ વીઘા જમીન દાનમાં આપી દીધી છે.

દાનની બધી પ્રક્રિયા બુધવારે કેસરિયા સ્થિત અવર નિબંધક કાર્યાલયમાં પૂર્ણ કરવામાં આવી. બિહાર રાજ્ય ધાર્મિક ન્યાસ પરિષદના અધ્યક્ષ આચાર્ય કિશોર કૃણાલે જણાવ્યું કે ઘણા મુસ્લિમ પરિવાર એવા છે જે પોતાની જમીન આ મંદિર માટે દાન આપવા માંગ છે. તેમના અનુસાર આ મંદિર માટે લગભગ 115 એકર જમીનની જરૂરીયાત છે. તેઓ કહે છે કે અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે હજી કેટલા પરિવારો મંદિર માટે જમીન દાન આપશે.

ram
તેમણે મંદિર માટે જમીન આપનાર બધા જ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે મંદિર નિર્માણ માટે સમાજના દરેક વર્ગનો સહયોગ મળી રહ્યો છે. મંદિર નિર્માણનું કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. કૃણાલ જણાવે છે કે મંદિરના ગર્ભગૃહથી લઇને તેની પ્રતિકૃતિ 28 એકર જેટલા વિસ્તારમાં બનશે. મંદિરની ચારેય બાજું વિશાળ પ્રાંગળ હશે તેમજ અત્રે પ્રવાસીઓને આવવા જવા માટે હેલિપેડ પણ બનાવવામાં આવશે.

મંદિરનો પાયો અત્યાધુનિક હેમર પાઇલિંગ સિસ્ટેમથી નાખવામાં આવશે, અને નિર્માણ કાર્ય ભૂકંપને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આખા મંદિરનું નિર્માણ ઉત્તર પ્રદેશના ચૂનારથી મંગાવવામાં આવેલા લાલ પત્થરોથી થશે. આ વિશાળકાય અને દર્શનીય મંદિરના નિર્માણમાં 30 લાખ ઘનફૂટ ગુલાબી પત્થર લગાવવામાં આવશે.

તેમણે જણાવ્યું કે સ્પેનના કારિગરો દ્વારા મંદિરની મૂર્તિ બનાવવામાં આવશે જ્યારે મીનાકારી અને કોતરકામ માટે રાજસ્થાનથી કારીગર બોલાવવામાં આવશે. મંદિરનું નિર્માણકાર્ય પાંચ વર્ષમાં પૂર્ણ થઇ જશે. માનવામાં આવે છે કે ભગવાન રામ જ્યારે જનકપૂરથી સીતાની સાથે વિવાહ કરીને પરત ફર્યા હતા ત્યારે ચંપારણના પિપરા પાસે જ તેમની જાન રોકાઇ હતી.

English summary
A Muslim old man donates his land for Ram temple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X