દિલ્હીમાં દેશના અન્ન મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું
ગુજરાતના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી કુંવરજી બાવળિયાએ દિલ્હી ખાતે કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા યોજાયેલા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ન મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપી હતી.
કુવરજી બાવળીયાએ અન્ન સુરક્ષાને પ્રોત્સાહન આપવા તથા સપ્લાય ચેઈનને સુવ્યવસ્થિત કરવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે અન્ન વિતરણ પ્રણાલીઓને મજબૂત કરવા તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી ખાદ્ય વસ્તુઓની પહોંચ વધારવા માટે ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલી મુખ્ય પહેલો પર પ્રકાશ પાડ્યો હતો.

કુવરજી બાવળીયાએ સંમેલનમાં બોલતા કહ્યું કે, ગુજરાત રાજ્ય જાહેર વિતરણ પ્રણાલી ઑટોમેશન તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત એક કુશળ અને પારદર્શક અન્ન વિતરણ પ્રણાલી અંગે પ્રતિબદ્ધ છે. અત્યાધુનિક ટેક્નોલૉજી સહિતના સમાધાનો વડે ગુજરાતે પોતાની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના વ્યવસ્થાપન તથા સંચાલનમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા, જેથી રાજ્યની નાગરિકોને જરૂરી ચીજ-વસ્તુઓની સમયસર તેમજ સચોટ ડિલીવરી સુનિશ્ચિત થઈ છે.
તેમમે કહ્યું કે, ગુજરાતમાં જાહેર વિતરણ પ્રણાલીના ઑટોમેશનના કારણે ઘણા લાભો થયા છે. તેનાથી આખી સિસ્ટમ પારદર્શક બની છે, લીકેજમાં ઘટાડો થયો છે તથા વસ્તુઓની ખરીદીથી લઈ તેના વિતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયાનું વધુ સારી રીતે ટ્રૅકિંગ શક્ય બન્યું છે.
રિયલ ટાઇમ ડેટા મૉનિટરિંગ તેમજ એનાલિટિક્સના કારણે પ્રક્રિયામાં રહેલી સંભાવિત ખામીઓનો ઝડપથી તાગ મેળવવા અને તેનું સમાધાન શોધવામાં મદદ મળી છે. આ તકનીકના કારણે જાહેર વિતરણ પ્રણાલીના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર પહોંચાડવાનું સુનિશ્ચિત થયું છે.
આ સંમેલનમાં ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાબતોના અગ્ર સચિવ આર. સી. મીણાએ Supply Chain Automation in Gujarat State અંગે એક વિસ્તૃત રજૂઆત કરી અને જાહેર વિતરણ પ્રણાલીને સુવ્યવસ્થિત કરવા માટે ટેક્નોલૉજી તથા ડેટા-ડ્રિવન સમાધાનોનો લાભ લેવા અંગેના રોડમૅપ વિશે માહિતી આપી હતી. આ પ્રેઝન્ટેશન સપ્લાય ચેન ઑટોમેશન, ICT લૉજિસ્ટિક્સ, જીપીએસ એનેબલ્ડ ટ્રૅકિંગ તથા રિયલ ટાઇમ મૉનિટરિંગ તેમજ અન્ય મહત્વના વિષયો પર કેન્દ્રિત હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે કૉન્ફરન્સ દરમિયાન ગુજરાત રાજ્યના અધિકારીઓ દ્વારા જાહેર વિતરણ પ્રણાલીના સપ્લાય ચેન ઑટોમેશન પર અપાયેલા પ્રેઝન્ટેશનની પ્રશંસા કરી હતી. તેમજ PDS ઑટોમેશનમાં ગુજરાતની સિદ્ધિઓ અન્ય રાજ્યો માટે એક મૉડલ તરીકે કામ કરે છે તેમ જણાવ્યું હતું. તેમણે ગુજરાતના પ્રેઝન્ટેશન થકી અન્ય રાજ્યો પણ ગુજરાતના સફળ PDS મૉડલને અપનાવવા માટે પ્રેરિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
