પંજાબ સરકારનું નવું ફરમાન, ભાડાની સંપત્તિનું ભાડું વધારવા કહ્યું
પંજાબ સરકારે નવું ફરમાન જાહેર કરતા કહ્યું કે રેન્ટલ સંપત્તિનું ભાડું વધારવામાં આવે. હવે આ નિર્ણયથી પંજાબ સરકારની આવકમાં વધારો થશે.

પંજાબ સરકારે પોતાના બજેટમાં ભલે કોઈ ટેક્સ ના લગાવ્યો હોય પરંતુ પંજાબ સરકારે રાજ્યના તમામ નગરનિગમ, નગર પરિષદો અને નગર પંચાયતોને આધિન આવતી તેમની રેન્ટલ સંપત્તિનું ભાડું વધારવા કહ્યું છે. આ સંદર્ભમાં પંજાબ સરકારે રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાને પત્ર લખી કહ્યું કે પોતાની બેઠકોમાં આ મામલે પ્રસ્તાવ પાસ કરવામાં આવે. અનુમાન છે કે નગર નિગમનની ભાડે આપેલી દુકાનોના ભાડામાં વધારો થવાથી સ્થાનિક સંસ્થાઓને આવકમાં લગભગ 150 કરોડ રૂપિયાથી વધુનો વધારો થશે.
પંજાબ સરકારે પાછલા વર્ષે 11 નવેમ્બરે તમામ જિલ્લાના ડેપ્યૂટી કમિશ્નરોના માધ્યમથી રાજ્યની તમામ નગર નિગમો, નગર પરિષદો અને નગર પંચાયતોને એક પત્ર મોકલ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષોથી મામૂલી ભાડા પર ચાલી રહેલી આ સંસ્થાઓની સંપત્તિનું ભાડું વધારવા માટે તમામ સંસ્થાઓ પોતપોતાની થનાર બેઠકોમાં આ વિશે પ્રસ્તાવ પાસ કરે. પંજાબ સરકારે આ પત્રનો એક રિમાઇન્ડર પણ હવે એક નવા વર્ષમાં કાઢ્યું છે અને તમામ લોકલ બૉડી સંસ્થાઓને તરત અનુસરણ કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે નગર નિગમ, નગર પરિષદો અને નગર પંચાયતો દ્વારા ભાડે આપવામાં આવતી દુકાનો, કાર્યાલયો, રહેઠાણનું ભાડું મહત્તમ 3000 અને ન્યૂનતમ 400 રૂપિયા પ્રતિમાસ છે.
મામૂલી ભાડે આપવામાં આવેલી દુકાનોના માલિક બની બેઠેલા દુકાનદારો ન્યૂનતમ ભાડું પણ નથી ચૂકવી રહ્યા. અમૃતસરમાં આ વિશે મામલો ઉઠ્યો હતો જેમાં 1100 દુકાનદારોએ નગર નિગમને સમયસર ભાડું ન ચુકવ્યું હોવાના કારણે તેમના પર કાર્યવાહી થઇ હતી. પ્રાઇવેટ સંપત્તિને આધીન આવતી આટલી સાઇઝની દુકાનોનુ ભાડું 15000થી 30000 રૂપિયા હોય છે. લુધિયાણામાં તો નગર નિગમની સંપત્તિની સંખ્યા 40,000 છે જેમાં નગર નિગમ પરિષદ દ્વારા ભાડે આપવામાં આવેલા ઘર, ભાડાના કાર્યાલય, દુકાનો અને અન્ય સ્થાન પણ સામેલ છે. સૂત્રો મુજબ રાજ્યની 10 નગર નિગમોના કોમર્શિયલ સ્થાનોની સંખ્યા 6500થી વધુ છે, એ શ્રેણીની નગર પરિષદોમાં કોમર્શિયલ ભાડા પર આપવામાં આવેલી કોમર્શિયલ દુકાનોની સંખ્યા 7000 છે. બી શ્રેણીની નગર પાલિકાઓ દ્વારા ભાડે આપવામાં આવેલી તેમની કોમર્શિયલ સંપત્તિની સંખ્યા 7000 છે, જ્યારે સી શ્રેણીની નગર પાલિકાઓ દ્વારા ભાડે આપવામાં આવેલી કોમર્શિયલ સંપત્તિની સંખ્યા 2200 છે.












Click it and Unblock the Notifications
