અંબાણી પરિવારમાં નવા મહેમાનની એન્ટ્રી, શ્લોકા અંબાણીએ બેબી ગર્લને જન્મ આપ્યો
દેશના સૌથી અમીર પરિવારોમાંથી એક અંબાણી પરિવારમાં વધુ એક સભ્યનું આગમન થયુ છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ બેબી ગર્લને જન્મ આપ્યો છે. આકાશ અંબાણી અને શ્વોકા અંબાણીને પહેલાથી જ એક બે વર્ષનો પુત્ર છે.
આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણીએ 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. દીકરીના આગમનથી અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. આ પહેલા 10 ડિસેમ્બર 2020ના રોજ શ્લોકા અને આકાશ પહેલી વખત માતા-પિતા બન્યા હતા અને શ્વોકાએ પૃથ્વી અંબાણીનો જન્મ આપ્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા એકબીજાને ઘણા સમયથી ઓળખે છે. આકાશ અને શ્લોકા હાઈસ્કૂલથી સાથે છે. અહેવાલો અનુસાર, 12માં ધોરણણાં જ આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યુ હતુ.
આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી અલગ-અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ પણ એકબીજાને પ્રેમ કરતા રહ્યા અને 2018 માં બંનેએ સગાઈ કરી અને ડિસેમ્બરમાં લગ્ન કર્યા. હવે બન્ને બે બાળકોના માતા-પિતા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, મુકેશ અંબાણીની ગણતરી માત્ર ભારત જ નહીં દુનિયાભરના ટોચના અમીરોમાં થાય છે. રિલાયન્સ દુનિયાની નામી કંપનીઓમાંથી એક છે.












Click it and Unblock the Notifications
