IndiGo ફ્લાઈટમાં યાત્રીએ ઈમરજન્સી દરવાજો ખોલતા અફડાતફડી મચી, જાણો શું છે પુરી ઘટના?
વિવિધ એરલાઈન્સ એક પછી એક વિવાદોમાં ફસાઈ છે ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર ઈન્ડિગોની ફ્લાઈટમાં એક યાત્રીએ ઈમરજન્સી દરવાજો ખોલી દેતા અફરાતફરી ફેલાઈ ગઈ હતી.
નવી દિલ્હી : ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઉડ્ડયન ઉદ્યોગને ગ્રહણ લાગ્યુ હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. વિવિધ એરલાઈન્સ એક પછી એક વિવાદોમાં ફસાઈ છે ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર ઈન્ડિગોની ફ્લાઈટમાં એક યાત્રીએ ઈમરજન્સી દરવાજો ખોલી દેતા અફરાતફરી ફેલાઈ ગઈ હતી.

મળી રહેલી વિગતો અનુસાર, ચેન્નઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ઉપડે તે પહેલા જ એક યાત્રીએ અચાનક ઈમરજન્સી દરવાજો ખોલી દીધો હતો. આ ઘટના બાદ અફડતફડી મચી હતી. જો કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા પ્લેનને ફરીથી પ્રેસરાઈઝ કરીને ટેક ઓફ કરાયુ હતું. વિગતો અનુસાર આ ઘટનાને લઈને ફ્લાઈટ 2 કલાક મોડી ઉપડી હતી.
આ મુદ્દે યાત્રીએ એરલાઈનની માફી માંગી લીધી છે અને એરલાઈને પણ યાત્રીની માફી મંજુર કરતા કોઈ પગલા લીધા નથી. વિગતો અનુસાર, આ ઘટના 10 ડિસેમ્બરની છે. આ ઘટના ઈન્ડિગો 6E-7339 માં બની હતી.
આ મુદ્દે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને તપાસના આદેશ આપ્યા છે. ડીજીસીએના એક અધિકારીએ આ મુદ્દે જણાવ્યુ કે, તે આ મામલાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના 10 ડિસેમ્બરે ચેન્નઈથી તિરુચિરાપલ્લી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-7339માં બની હતી. પ્લેનમાં એક મુસાફરે ઈમરજન્સી દરવાજો ખોલ્યો હતો. આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને સુરક્ષા તપાસ બાદ વિમાને ઉડાન ભરી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
