Chandrayaan-3: ફ્લાઇટમાં બેઠેલા મુસાફરે લીધી ચંદ્રયાન-3ની ખુબસુરત તસવીર
ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ એક ઐતિહાસિક ઘટના છે. પૃથ્વી ઉપરાંત ચંદ્ર પર મોકલવામાં આવી રહેલા ઈસરોના આ મિશનને ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોએ પણ જોયું હતું. ઘણા લોકોએ પ્લેનની બારીમાંથી આ સુંદર નજારો કેદ કર્યો હતો.
ચેન્નાઈથી ઢાકા જઈ રહેલા પ્લેનની બારીમાંથી કેપ્ચર થયેલી ચંદ્રયાન-3ની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. ચંદ્રયાનનો વીડિયો પ્લેનની વિન્ડોમાંથી શૂટ કરવામાં આવ્યો હતો.

ચેન્નાઈથી ઢાકા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6Eમાં સવાર એક મુસાફર દ્વારા ચંદ્રયાન-3નો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ તસવીર ચંદ્રયાન-3 શુક્રવારે ટેકઓફ કર્યા બાદ લેવામાં આવી હતી.
જ્યારે પાયલોટે ઐતિહાસિક મિશનના વિઝ્યુઅલ્સની જાહેરાત કરી ત્યારે મુસાફરોએ બારીમાંથી ચંદ્રયાન જોવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક મુસાફરે આ સુંદર દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું.
When #aviation meets 🤝#astronomy!
— The Chennai Skies (@ChennaiFlights) July 14, 2023
A passenger aboard @IndiGo6E 's #Chennai- #Dhaka flight has captured this beautiful liftoff of #Chandrayaan3 🚀 😍
Video credits to the respective owner.@ISROSpaceflight @SpaceIntel101 @Vinamralongani @elonmusk @ChennaiRains #ISRO pic.twitter.com/YJKQFeBh9b
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રોકેટથી અલગ થયા પછી, પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષા તરફ આગળ વધીને પૃથ્વીની સૌથી નજીક 170 કિમી અને 36,500 કિમી દૂર લંબગોળ ભ્રમણકક્ષામાં લગભગ 5-6 વખત પૃથ્વીની ભ્રમણકક્ષા કરશે. તે એક મહિના સુધી ચંદ્રની ભ્રમણકક્ષા તરફ પ્રયાણ કરશે. ચંદ્રયાન ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર જાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે.












Click it and Unblock the Notifications
