અહેમદ પટેલના નિધનથી દુઃખી સંજય રાઉતે કહ્યુ - વફાદારી કોઈ તેમનાથી શીખે

શિવસેના સાંસદ સંજય રાઉતે અહેમદ પટેલના નિધન પર શોક પ્રગટ કર્યો.

નવી દિલ્લીઃ 71 વર્ષીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે દુનિયાને અલવિદા કહી દીધુ. એક લાંબુ પરંતુ લો-પ્રોફાઈલ રાજકીય સફર પસાર કરનાર અહેમદ પટેલના નિધનથી માત્ર કોંગ્રેસી જ નહિ પરંતુ બીજા પક્ષોના લોકો પણ ખૂબ વધુ દુઃખી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે અહેમદ પટેલના નિધન પર શોક પ્રગટ કરીને કહ્યુ કે બે દિવસ પહેલા જ હું અહેમદ પટેલના પરિવારને મળ્યો હતો અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ તેમના પરિવાર સાથે વાત કરી હતી.

ahemad patel

હું તેમના પરિવારવાળાને અહેમદ પટેલને એર એમ્બ્યુલન્સથી મુંંબઈ આવવા માટે પણ કહ્યુ હતુ, ખબર નહોતી કે બે દિવસ બાદ અહેમદ પટેલ જતા રહેશે. રાઉતે કહ્યુ કે આજે કોંગ્રેસે પોતાનો મજબૂત સ્તંભ ગુમાવી દીધો છે. આ પાર્ટીની બહુ મોટી ખોટ છે. બધા કાર્યકર્તાઓ અને રાજનીતિજ્ઞોને અહેમદ પટેલ પાસેથી વફાદારી શીખવી જોઈએ, તે ખૂબ જ શાંત, ધીરજવાન અને સમજદાર નેતા હતા. તેમનુ જવુ ખૂબ દુઃખદ છે. હું તેમના આત્માની શાંતિ માટે ઉપરવાળાને પ્રાર્થના કરુ છુ.

અહેમદ પટેલે મેદાંતા હોસ્પટલમાં લીધા અંતિમ શ્વાસ

તમને જણાવી દઈએ કે બુધવારે સવારે અહેમદ પટેલ મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને 15 નવેમ્બરથી મેદાંતામાં ભરતી હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન પર બુધવારે શોક વ્યક્ત કર્યો અને કહ્યુકે તે સૌમ્ય અને મિલનસાર વ્યક્તિત્વના કારણે દરેક રાજકીય દળમાં તેમના મિત્ર હતા. વળી, પીએમ મોદીએ પણ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરીને ટ્વિટ કર્યુ કે અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છુ. તેમણે સાર્વજનિક જીવનમાં ઘણા વર્ષો સમાજ સેવામાં વીતાવ્યા. પોતાના તેજ દિમાગ માટે જાણીતા અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં તેમની ભૂમિકા માટે હંમેશા યાદ કરવામાં આવશે.

અહેમદ પટેલના અંતિમ સંસ્કાર તેમના ગામમાં

તમને જણાવી દઈએ કે અહેમદ પટેલના અંતિમ સંસ્કાર તેમના ગામમાં થશે. ગુજરાતના ભરૂચ જિલ્લાના પીરામલ ગામના તેઓ રહેવાસી છે. પરિવારે જણાવ્યુ કે તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર તેમના ગામમાં થાય. તેમના દીકરાએ માહિતી આપીને બધા શુભચિંતકોને સામૂહિક સમારંભથી બચવાની અપીલ કરી છે. અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસ પાર્ટીનો ઝંડો 3 દિવસ સુધી ઝૂકેલો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X