ગાયને ચીફ ગેસ્ટ બનાવીને શંખનાદ સાથે રેસ્ટોરન્ટનું ઓપનિંગ કરાવ્યુ, જુઓ વીડિયો
યુપીથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક ગાયને રેસ્ટોરન્ટના ઓપનિંગમાં ચીફ ગેસ્ટ બનાવાઈ હતી અને શંખનાદ સાથે ઓપનિંગ કરાવાયું હતું. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
રેસ્ટોરન્ટ ઓપનિંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ગાય રેસ્ટોરન્ટનું ઓપનિંગ કરી રહી છે. ગાય અહીં મુખ્ય અતિથિ તરીકે પહોંચી હતી. રેસ્ટોરન્ટના માલિકે મુખ્ય અતિથિ તરીકે ગાયને બોલાવીને ઈવેન્ટની શરૂઆત કરાવી હતી.

ઓપનિંગ દરમિયાન વૈદિક મંત્રોના જાપ કરવામાં આવ્યો હતો. ગાયે શંખ નાદ વચ્ચે રેસ્ટોરન્ટનું ઓપનિંગ કર્યું હતું. આ દરમિયાન લોકો તાળીઓ પાડતા જોવા મળી રહ્યા છે. અહીં ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોડક્ટ્સમાંથી બનેલુ ખાવાનું મળશે.
રેસ્ટોરન્ટના ડાયરેક્ટર અને મેનેજર શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે, લખનઉશહેરમાં આ પ્રથમ ઓર્ગેનિક રેસ્ટોરન્ટ છે. અહીં લોકોને હેલ્ધી ફૂડ મળશે. જણાવી દઈએ કે શૈલેન્દ્ર સિંહ ડેપ્યુટી એસપી રહી ચૂક્યા છે.
#WATCH | Uttar Pradesh: A restaurant in Lucknow, 'Organic Oasis' that offers food made out of organic farming produce, was inaugurated by a cow. pic.twitter.com/YWcfKqJQcX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 18, 2023
તેમણે જણાવ્યુ કે, લોકો સામાન્ય રીતે કેમિકલયુક્ત ખોરાક ખાય છે. આ પહેલી રેસ્ટોરન્ટ હશે જ્યાં લોકોને સંપૂર્ણપણે ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોડક્ટ્સમાંથી બનાવેલું ભોજન મળશે. જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.












Click it and Unblock the Notifications
