શિક્ષક સામે વિદ્યાર્થિની પર થયો બળાત્કાર, બચાવવાને બદલે બની ગયો હેવાન

વર્તમાન સમયમાં બળાત્કાર અને હત્યાની ઘટનાઓ વધી રહી છે. આવા સમયે હવે બિહારમાંથી પણ એક બળાત્કારની ઘટના સામે આવી છે.

વર્તમાન સમયમાં બળાત્કાર અને હત્યાની ઘટનાઓ વધી રહી છે. આવા સમયે હવે બિહારમાંથી પણ એક બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બિહારના કૈમુર જિલ્લામાં શનિવારના રોજ એક 14 વર્ષીય સગીરાનું છોકરાઓના એક જૂથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેમાંથી એક દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકને જોતા જ બળાત્કારી ભાગી ગયો હતો. જે બાદ આ પીડિતાને મદદ કરવાને બદલે મુખ્ય શિક્ષકે પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

rape

પોલીસને મળેલી ફરિયાદ મુજબ, જ્યારે સગીરા શૌચ માટે બહાર ગઈ હતી. તે સમય દરમિયાન ચાર છોકરાઓએ તેનું અપહરણ કર્યું હતું. જે બાદ તેઓ સગીરાને થોડે દૂર એક એકાંત સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેમનામાંથી એક છોકરાએ તેની સાથે બળાત્કાર કર્યો હતો, જ્યારે બાકીના છોકરાઓ ઘટના સ્થળ પર જ ઉભા રહ્યા હતા.

શિક્ષકે પણ બાળકી પર બળાત્કાર કર્યો

શાળાના શિક્ષકે ચાર છોકરાઓને બળજબરીથી છોકરીને ઉપાડી જતા જોયા અને થોડા અંતરે તેમની પાછળ ગયા હતા. શિક્ષકને જોઈને છોકરાઓ ભાગી ગયા હતા, જે બાદ આરોપી હેડમાસ્ટર જેની ઓળખ સુરેન્દ્ર કુમાર ભાસ્કર તરીકે કરવામાં આવી છે. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને લાગ્યું કે, હેડમાસ્ટર તેને બચાવશે, પરંતુ તેના બદલે તેણે પણ સગીરા પર બળાત્કાર કર્યો અને તેને ઝાડીઓમાં લોહીથી લથબથ છોડી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી હેડમાસ્ટર અને છોકરાઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપી હેડમાસ્ટરની ધરપકડ

બાળકીને સારવાર અને મેડિકલ તપાસ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. આઈપીસીની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતીનું નિવેદન નોંધવામાં આવશે. આરોપી હેડમાસ્ટરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છોકરાઓ ફરાર છે. તેની ધરપકડ માટે રેડ કરવામાં આવી રહી છે. ભભુઆના ડીએસપી સુનિલ કુમારે જણાવ્યું કે, બાકીના ત્રણ છોકરાઓ જેમના નામ સામે આવ્યા છે, તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X