120 કિલોમીટર તરીને આસામ પહોંચેલા વાઘને રેસ્ક્યૂ કરીને ટાઈગર રિઝર્વમાં છોડાયો

નામેરી ટાઈગર રિઝર્વ છોડવાનો વીડિયો ત્યાંના ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો હતો. વીડિયોમાં ટાઈગર પાંજરામાંથી બહાર નીકળતો જોઈ શકાય છે.

120 કિલોમીટર બ્રહ્મપુત્ર નદી તરીને આસામના ઉમાનંદ દ્વીપ સુધી પહોંચી ગયેલા વાઘને સલામત રીતે ટાઈગર રિઝર્વમાં છોડી દેવાયો છે. આજે તપાસ બાદ નામેરી ટાઈગર રિઝર્વમાં છોડવામાં આવ્યો હતો. નામેરી ટાઈગર રિઝર્વ છોડવાનો વીડિયો ત્યાંના ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો હતો. વીડિયોમાં ટાઈગર પાંજરામાંથી બહાર નીકળતો જોઈ શકાય છે.

Tiger

આ વાઘ ગયા મંગળવારે રસ્તો ભુલ્યો હતો અને બ્રહ્મપુત્ર નદીમાં કુદતા 120 કિલોમીટર દુર ગુવાહાટી સ્થિત ઉમાનંદ દ્વિપ પર પહોંચ્યો હતો. અહીં વાઘ એક ટેકરા પર ફસાયો હતો. આ દરમિયાન આસપાસના લોકોને ખબર પડતા વન વિભાગને જાણ કરાઈ હતી. ત્યારબાદ વન વિભાગે રેસ્ક્યૂ કર્યો હતો.

વાઘ અહીં કેવી રીતે પહોંચ્યો તેની કોઈ માહિતી મળી શકી નથી પરંતુ વન વિભાગના અધિકારીઓને આશંકા છે કે આ વાઘ ટાપુથી લગભગ 120 કિમી દૂર આવેલા ઓરંગા નેશનલ પાર્કનો છે અને નદીમાં પાણી પીતી વખતે નદીના પ્રવાહમાં તણાયો હશે અને જીવ બચાવવા અહીં પહોંચ્યો હશે.

વાઘને જોઈને સ્થાનિકો ડરી ગયા હતા અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગને ખબર મળતા જ એનડીઆરફની ટીમ અને પોલીસ સાથે વન વિભાગના કર્મચારીઓ પહોંચ્યા હતા અને બેભાન કરીને વાઘને રેસ્ક્યૂ કરાયો હતો. જે બાદ આજે તેની તપાસ કરીને છોડી દેવાયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X