ટાઈમલાઈનઃ સપ્ટેમ્બર 2020માં શરૂ થયુ હતુ ખેડૂત આંદોલન, જાણો અત્યાર સુધી શું-શું થયુ?
આવો, જાણીએ સપ્ટેમ્બર, 2020થી લઈને અત્યાર સુધી ખેડૂત આંદોલનમાં ક્યારે-ક્યારે શું થયુ. વાંચો, આખી ટાઈમલાઈન.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે(19 નવેમ્બર)ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરીને કહ્યુ, 'આજે હું તમને, આખા દેશને, એ જણાવવા આવ્યો છુ કે અમે ત્રણે કૃષિ કાયદાને પાછો લેવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાના અંતમાં શરૂ થવા જઈ રહેલા સંસદ સત્રમાં, અમે આ ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાની બંધારણીય પ્રક્રિયાને પૂરી કરી દઈશુ.' પીએમ મોદીએ એ પણ કહ્યુ કે કદાચ અમારી તપસ્યામાં પણ કોઈ કમી રહી હશે જેના કારણે અમે અમારી વાત આંદોલન કરી રહેલા ખેડૂતોને સમજાવી શક્યા નહિ. પીએમ મોદીએ આંદોલન કરી રહેલા ખેડૂતોને પણ અપીલ કરી કે તે હવે પોત-પોતાના ઘરે પાછા જાય અને ખેતરોમાં કામ શરૂ કરે. દેશમાં ત્રણ વિવાદિત કૃષિ કાયદા સામે સપ્ટેમ્બર, 2020માં ખેડૂત આંદોલન શરુ થયુ હતુ. ત્યારથી લઈને આજ સુધી ખેડૂત આંદોલન હેઠળ ઘણા વિરોધ પ્રદર્શન થયા. ઘણા ખેડૂતોના મોત થયા. સરકાર સાથે ઘણા રાઉન્ડની વાતચીત થઈ. આવો, જાણીએ સપ્ટેમ્બર, 2020થી લઈને અત્યાર સુધી ખેડૂત આંદોલનમાં ક્યારે-ક્યારે શું થયુ. વાંચો, આખી ટાઈમલાઈન.

14 સપ્ટેમ્બર, 2020ના રોજ ત્રણ કૃષિ બિલના વટહુકમને સંસદમાં લાવવામાં આવ્યો
5 જૂન, 2020: ભારત સરકારે ત્રણ કૃષિ કાયદાને પ્રખ્યાપિત કર્યા. જેમાં મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા અધિનિયમ, 2020 પર ખેડૂત(સશક્તિકરણ અને સંરક્ષણ) સમજૂતી, ખેડૂત ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સુવિધા) બિલ, 2020, જરુરી વસ્તુ(સુધારા બિલ, 2020 શામેલ હતા.
14 સપ્ટેમ્બર, 2020: ત્રણ કૃષિ બિલ વટહુકમને સંસદમાં લાવવામાં આવ્યા.
17 સપ્ટેમ્બર, 2020: લોકસભામાં વટહુકમ પસાર થયો.
20 સપ્ટેમ્બર, 2020: રાજ્યસભામાં ધ્વનિ મતથી ત્રણ કૃષિ બિલોનો વટહુકમ પાસ થયો.

24 સપ્ટેમ્બર 2020ના રોજ ખેડૂતોએ રેલ રોકો આંદોલનનુ એલાન કર્યુ
24 સપ્ટેમ્બર, 2020: પંજાબમાં ખેડૂતોએ ત્રણ દિવસીય રેલ રોકોની ઘોષણા કરી.
25 સપ્ટેમ્બર, 2020: અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિ(એઆઈકેએસસીસી)ના આહ્વાનના જવાબમાં આખા ભારતના ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને વિરોધ પ્રદર્શન કર્યા.
27 સપ્ટેમ્બર, 2020: કૃષિ બિલોને રાષ્ટ્રપતિની સંમતિ આપવામાં આવી અને ભારતના રાજપત્રમાં અધિસૂચિત કરવામાં આવ્યુ અને કૃષિ કાયદા બની ગયા.
3 નવેમ્બર, 2020: દેશવ્યાપી રસ્તા નાકાબંધી સહિત નવા કૃષિ કાયદા સામે છૂટો છવાયો વિરોધ જોવા મળ્યો.
25 નવેમ્બર, 2020: પંજાબ-હરિયાણામાં ખેડૂત સંઘોએ દિલ્લી ચલો આંદોલનનુ આહ્વાન કર્યુ પરંતુ કોરોનાના કારણે દિલ્લી પોલિસે તેનો અસ્વીકાર કરી દીધો.

3 ડિસેમબર, 2020એ સરકાર સાથે આંદોલનકારી ખેડૂતોના થયા મોત
3 ડિસેમ્બર, 2020: દિલ્લી તરફ માર્ચ કરી રહેલા ખેડૂતોને હરિયાણાના અંબાલા જિલ્લામાં પોલિસે રોક્યો. ખેડૂતો પર પાણીનો મારો, અશ્રુ ગેસના ગોળા છોડવામાં આવ્યા. ત્યારબાદ પોલિસે તેમને ઉત્તર-પશ્ચિમ દિલ્લીના નિરંકારી મેદાનમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે દિલ્લીમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી.
28, નવેમ્બર, 2020: ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતો સાથે વાતચીત કરવાની રજૂઆત કરી પરંતુ જંતર-મંતર પર ધરણા કરવાની માંગને લઈને ખેડૂતોએ તેમના પ્રસ્તાવને ઠુકરાવી દીધો.
3 ડિસેમ્બર, 2020: સરકારે ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે પહેલા દોરની વાતચીત કરી પરંતુ બેઠક પરિણામહીન રહી.
5 ડિસેમ્બર, 2020: ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે બીજા દોરની વાતચીત પણ પરિણામહીન રહી.

ભારત બંધથી ભૂખ હડતાળ સુધી
8 ડિસેમ્બર, 2020: ખેડૂતોએ ભારત બંધનુ આહ્વાન કર્યુ. ખેડૂતોએ સાથે અન્ય રાજ્યોના ખેડૂતોને પણ આ આહ્વાનનુ સમર્થન કર્યુ.
9 ડિસેમ્બર, 2020: ખેડૂત નેતાઓએ ત્રણ વિવાદિત કાયદામાં સુધારાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધુ અને કાયદાને પાછા લેવા સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કહી.
11, ડિસેમ્બર, 2020: ભારતીય ખેડૂત સંઘ ત્રણ કૃષિ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા.
16 ડિસેમ્બર, 2020: સુપ્રીમ કોર્ટે કહ્યુ કે વિવાદિત કૃષિ કાયદા પર ગતિરોધને સમાપ્ત કરવા માટે સરકાર અને ખેડૂત સંઘોના પ્રતિનિધિઓ સાથે એક પેનલનુ રચના કરી શકે છે.
21 ડિસેમ્બર, 2020: ખેડૂતોએ બધા વિરોધ સ્થળો પર એક દિવસીય ભૂખ હડતાળ કરી.
30 ડિસેમ્બર, 2020: સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે છઠ્ઠા દોરની વાતચીતમાં અમુક પ્રગતિ થઈ કારણકે કેન્દ્રએ ખેડૂતોને સૂકુ ઘાસ બાળવાના દંડમાંથી છૂટ આપવા અને વિજળી સુધારા બિલ, 2020માં ફેરફાર છોડવા પર સંમતિ વ્યક્ત કરી.
4 જાન્યુઆરી, 2021: સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે સાતમાં દોરની વાતચીત પણ પરિણામહીન રહી કારણકે કેન્દ્ર કૃષિ કાયદાને પાછુ લેવા માટે સંમત નહોતા.

26 જાન્યુઆરીએ થઈ જોરદાર બબાલ
7 જાન્યુઆરી, 2021: સુપ્રીમ કોર્ટ 11 જાન્યુઆરીએ નવા કાયદા અને વિરોધ સામે અરજીઓ પર સુનાવણી માટે સંમત થયુ.
11 જાન્યુઆરી, 2021: સુપ્રીમ કોર્ટે ખેડૂતોના વિરોધને પહોંચી વળવા માટે કેન્દ્રને ઝાટક્યુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તે વિરોધને ઉકેલવા માટે ભારતના એક પૂર્વ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરશે.
26 જાન્યુઆરી, 2021: ગણતંત્ર દિવસ પર ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ બોલાવી. ટ્રેક્ટર પરેડ દરમિયાન હજારો પ્રદર્શનકારી પોલિસ સાથે ભિડાઈ ગયા. સિંધુ અને ગાઝીપુરના ઘણા પ્રદર્શનકારીઓએ દિલ્લીના આઈટીઓ અને લાલ કિલ્લા તરફ માર્ચ કર્યુ. જ્યાં ખેડૂતોએ સાર્વજનિક સંપત્તિમાં તોડફોડ કરી અને પોલિસકર્મીઓ પર હુમલા કર્યા. ત્યારબાદ દિલ્લી પોલિસે તેમના પર કેસ ચલાવ્યો.

ખેડૂત આંદોલનના ટૂલકિટથી લઈને દેશવ્યાપી ચક્કાજામ સુધી
28 જાન્યુઆરી, 2021: દિલ્લીના ગાઝીપુર સીમા પર તણાવ ત્યારે વધ્યા જ્યારે ગાઝિયાબાદ પ્રશાસને ખેડૂતોને રાતે સાઈટ ખાલી કરવાના નિર્દેશ આપ્યા હતા પરંતુ પ્રદર્શનકારીઓએ ત્યાં અડ્ડો જમાવી દીધો અને અડગ રહ્યા. બીકેયુના રાકેશ ટિકેત સહિત તેમના નેતાઓએ કહ્યુ કે તે ત્યાંથી નહિ હટે.
4 ફેબ્રુઆરી, 2021: મોદી સરકારના વિરોધમાં પૉપ સિંગર રિહાના, જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને વકીલ-લેખક મીના હેરિસ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી સહિત ઘણા લોકોએ ટ્વિટ કર્યુ.
5 ફેબ્રુઆરી, 2021: દિલ્લી પોલિસના સાઈબર ક્રાઈમે ખેડૂત આંદોલનના વિરોધ પર એક ટૂલકિટના રચનાકારો સામે દેશદ્રોહ, ગુનાહિત ષડયંત્ર અને ઘૃણાને પ્રોત્સાહન આપવાના આરોપમાં એફઆઈઆર નોંધાવી છે. આ ટૂલકિટને જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે શેર કરી હતી.
6 ફેબ્રુઆરી, 2021: ખેડૂતોએ બપોરે 12 વાગ્યાથુ બપોરે 3 વાગ્યા સુદી ત્રણ કલાક માટે દેશવ્યાપી ચક્કાજામ કે રસ્તા નાકાબંધી કરી. પંજાબ અને હરિયાણામાં ઘણા માર્ગોને બંધ કરવામાં આવ્યા હતા.
9 ફેબ્રુઆરી, 2021: ગણતંત્ર દિવસ હિંસા મામલે આરોપી પંજાબી અભિનેતામાંથી કાર્યકર્તા બનેલા દીપ સિંધુની દિલ્લી પોલિસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી. 14 ફેબ્રુઆરી, 2021ના રોજ દિલ્લી પોલિસે 21 વર્ષીય જળવાયુ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરી. આના પર પણ ટૂલકિટને કથિત રીતે સંપાદિત કરવાનો આરોપ હતો.

6 માર્ચ, 2021ના રોજ ખેડૂત આંદોલનને પૂરા થયા 100 દિવસ
18 ફેબ્રુઆરી, 2021: સંયુક્ત મોરચા(એસકેએમ)એ દેશવ્યાપી રેલ રોકો વિરોધનુ આહ્વાન કર્યુ. દેશભરના સ્થળોએ ટ્રેનોને રોકી દેવામાં આવી, રદ કરવામાં આવી અને તેમના માર્ગ બદલી દેવામાં આવ્યા.
2 માર્ચ, 2021: શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ અને પાર્ટીના અન્ય નેતાઓએ ચંદીગઢ પોલિસને સેક્ટર 25થી કસ્ટડીમાં લીધા.
6 માર્ચ, 2021: સિંધુ સીમા વિરોધ સ્થળ પાસે ગોળીઓ ચલાવવામાં આવી. જો કે ઘાયલ થયુ નહોતુ.
15 એપ્રિલ, 2021: હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને દિલ્લીની સીમાઓ પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત ફરીથી શરુ કરવાનો અનુરોધ કર્યો.

ખેડૂતોએ મનાવ્યો બ્લેક ડે
26 એપ્રિલ, 2021: દીપ સિદ્ધુને બીજા જામીન મળ્યા.
27 મે, 2021: ખેડૂતોએ છ મહિના આંદોલન પૂરા થવા પર બ્લેક ડે(કાળો દિવસ) મનાવ્યો અને સરકારના પૂતળા બાળ્યા.
5 જૂન, 2021: પ્રદર્શનકારી ખેડૂતોએ કૃષિ કાયદાની ઘોષણાના એક વર્ષ પૂરા થવા પર ક્રાંતિકારી દિવસ મનાવ્યો.
26 જૂન, 2021: ખેડૂતોએ કૃષિ કાયદા સામે સાત મહિનાના વિરોધ પૂરો થવા પર દિલ્લી સુધી માર્ચ કાઢી. સંયુક્ત ખેડૂત મોરચા(એસકેએમ)એ દાવો કર્યો કે વિરોધ દરમિયાન હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને તેલંગાના જેવા રાજ્યોમાં ખેડૂતોને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
જુલાઈ, 2021: લગભગ 200 ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદાની નિંદા કરીને સંસદ ભવન પાસે ખેડૂત સંસદને સમાંતર ચોમાસુ સત્ર શરુ કર્યુ.
7 ઓગસ્ટ, 2021: 14 વિપક્ષી દળો એકસાથે સંસદ ભવનમાં મળ્યા અને દિલ્લીના જંતર મંતર પર ખેડૂતોના સમર્થનમાં સંસદની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો.

19 નવેમ્બર, 2021એ પીએમ મોદીએ ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની ઘોષણા કરી
28 ઓગસ્ટ, 2021: હરિયાણા પોલિસે કરનાલમાં ખેડૂતો પર કાર્યવાહી કરી. બસ્તર ટોલ પ્લાઝા પર લાઠીચાર્જમાં ઘણા ખેડૂતો ઘાયલ થઈ ગયા હતા. ખેડૂતો ત્યાં મનોહરલાલ ખટ્ટરની અધ્યક્ષતામાં આગામી પંચાયત ચૂંટણી પર ભાજપની બેઠકનો વિરોધ કરી રહ્યા હતા.
7 સપ્ટેમ્બર -9 સપ્ટેમ્બર, 2021: ખેડૂતો મોટી સંખ્યામાં કરનાલ પહોંચ્યા અને મિની સચિવાલયનો ઘેરાવ કરીને વિરોધ કર્યો.
11 સપ્ટેમ્બર, 2021: ખેડૂતો અને કરનાલ જિલ્લા પ્રશાસન વચ્ચે પાંચ દિવસીય ગતિરોધને હરિયાણા સરકારે ખતમ કર્યો. સેવાનિવૃત્ત ન્યાયાધીશને આધીન 28 ઓગસ્ટે ખેડૂતો પર પોલિસ લાઠીચાર્જની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી.
18 ઓક્ટોબર, 2021: સંયુક્ત મોરચાએ 18 ઓક્ટોબરે દેશભરમાં રેલ રોકો આંદોલનનો વિરોધ કર્યો. 18 ઓક્ટોબરના રોજ દેશભરમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રેલ-પાટાઓ પર ધરણા પ્રદર્શન કર્યા.
26 ઓક્ટોબર,2021: લખનઉ મહારેલી પહેલા ઘણા છૂટાછવાયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા.
19 નવેમ્બર, 2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરીને કહ્યુ કે તેમણે ત્રણ કૃષિ કાયદા પાછા લેવાનો નિર્ણય કર્યો છે.
- ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યુ, 'આંદોલન તત્કાલ પાછુ નહિ લેવાય, અમે એ દિવસની રાહ જોઈશુ જ્યારે કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવશે. સરકાર એમએસપી સાથે-સાથે ખેડૂતોના બીજા મુદ્દાઓ પર પણ વાતચીત કરશે.'












Click it and Unblock the Notifications
